GSTV
World

Cases
3591419
Active
2746098
Recoverd
394780
Death
INDIA

Cases
115942
Active
114073
Recoverd
6642
Death

ઘરકામ કરવા ગયેલ 13 વર્ષની સગીરાએ માલિકના ઘરે કર્યો આપઘાત

વાસણામાં માલિકના ઘરે ઘરકામ કરવા ગયેલી સગીરાના આપઘાતના ચકચારભર્યા બનાવમાં પોલીની કાર્યવાહીથી નારાજ પરિવારજનો સગીરાનો મૃતદેહ લઈને મોટી સંખ્યામાં વાસણા પોલીસ સ્ટેશન ધસી ગયા હતા. પરિસ્થિતી વણતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બાદમાં આરોપી ચિરાગ શાહ સામે દુષ્કર્મ અને દુષ્પ્રેરણનો ગુનો નોંધીને તેની ધરપકડ કરવામાં આવતા સગીરાના પરિવારજનો શાંત થયા હતા અને મૃતદેહ અંતિમવિધી માટે લઈ ગયા હતા.

વાસણા વિસ્તારમાં રહેતી ૧૩ વર્ષની સગીરા ૨૬ જાન્યુઆરીના રોજ તેના ઘર નજીકના નીલકંઠ ફ્લેટમાં રહેતા ચિરાગ શાહના ઘરે ઘરકામ કરવા ગઈ હતી. તે સમયે ચિાગ શાહની પત્ની અને બે પુત્રી લગ્નપ્રસંગે ગયા હતા. દરમિયાન ચિરાગ શાહે સગીરાના ઘરે ફોન કરીને તે બેભાન થઈ ગઈ હોવાનુ જણાવ્યું હતું. આથી પરિવરજનોએ જઈને જોયું તો સગીરાએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યું હતું.

આ અંગે સગીરાની માતાએ ફરિયાદ નોંધાવી હતી કે તે દિવસે ચિરાગ શાહ તેમના ઘરે આવ્યો હતો અને કામ પર આવવા કહ્યું હતું. જોકે તેમની તબિયત ખરાબ હોવાથી કામ પર આવી ન હોવાનું જણાવ્યું હતું.આથી ચિરાગે તમારી દિકરીને મોકલો એમ કહેતા મેં મારી દિકરીને કામ પર મોકલી હતી.જોે રાત્રે ચિરાગ શાહે ફોન કરીને મારી દિકરી બેભાન થઈ ગઈ હોવાનું જણાવ્યું હતું. અમે તેમના ઘરે જઈને જોયું તો મારી દિકરી વાસણ ધોવાની ચોકડીમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. જોકે તેનું મોત નીપજ્યું હતું.

બીજીતરફ પોલીસની કામગીરીથી સંતોષ ન થતા સગીરાના પરિવારજનો ૨૮ જાન્યુઆરીના રોજ સવારે ૩૦૦થી વધુ લોકો સાથે સગીરાનો મૃતદેહ લઈને વાસણા પોલીસ પોલીસ સ્ટેશન પહોંચતા પરિસ્થિતી વણસી હતી. જેને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. 

સગીરાની માતાએ ચિરાગ શાહે તેમની દિકરી સાથે દુષ્કર્મ કરતા તેને લાગી આવતા તેણે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેને આધારે પોલીસે ચિરાગ શાહની ધરપકડ કરી હતી. જેને પગલે પરિવારજનો શાંત થયા હતા અને સગીરાનો મૃતદેહ સ્વીકાર્યો હતો.

Related posts

મહીસાગર જિલ્લાના આ ગામમાં લોકોને પાણી માટે મારવા પડે છે વલખા

Nilesh Jethva

એસવીપી હોસ્પિટલ ફરી વિવાદમાં : જીવના જોખમે લોકોની સેવા કરતા કોરોના વોરિયર્સનો પગાર કાપવામાં આવતા ભારે રોષ

Nilesh Jethva

કોરોનાની દવા શોધી હોવાનો અમદાવાદના પ્રોફેસરનો દાવો, ક્લિનિકલ ટ્રાયલ રાજ્ય સરકાર અને આયુષ મંત્રાલય પાસે માંગી મંજૂરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!