GSTV

મહારાષ્ટ્ર: SCનાં નિર્ણય પહેલા ગવર્નર બીએસ કોશ્યારી એ કાનૂની સલાહકારો સાથે કરી વાતચીત

રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી દ્વારા મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે ભાજપ-અજિત પવારને આમંત્રણ આપવાના મામલે સુપ્રીમ કોર્ટે સોમવારે સવારે 10.30 વાગ્યે પોતાનો આદેશ સુરક્ષિત રાખ્યો હતો. આ પછી, સોમવારે રાત્રે રાજ્યપાલ કોશ્યારીએ કાનૂની સલાહકારો સાથે સલાહ લીધી હતી.

રાજ્યપાલે ધારાસભ્યોની સૂચિ રજૂ કરવા અને સરકાર બનાવવા માટે શિવસેના, કોંગ્રેસ અને એનસીપીના દાવા પર કાનૂની સલાહકારોની સલાહ પણ લીધી હતી. ઉલ્લેખનીય છે કે સોમવારે સવારે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે મહારાષ્ટ્ર અંગેનો નિર્ણય મંગળવારે સવારે 10.30 વાગ્યે જાહેર કરવામાં આવશે.

સરકાર તરફથી વકીલ તુષાર મહેતા કોર્ટમાં હાજર થયા હતા. તેમણે કોર્ટને કહ્યું કે તેઓ એનસીપીના ધારાસભ્યો દ્વારા ભાજપને અપાયેલા સમર્થનનો પત્ર લાવ્યા છે, જેના આધારે રાજ્યપાલે નિર્ણય લીધો હતો. મહેતાએ કહ્યું, “પત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ થયો છે કે અજિત પવારે એનસીપીના MLA 54 ધારાસભ્યોને ટેકો આપતો પત્ર રાજ્યપાલને સહી સાથે સોંપ્યો હતો.”

મહેતાએ જણાવ્યું કે, ‘આ પછી રાજ્યપાલે રાષ્ટ્રપતિને જાણ કરી હતી. માહિતી આપતાં તેમણે જણાવ્યુ કે રાષ્ટ્રપતિને રાજ્યમાંથી રાષ્ટ્રપતિ શાસન હટાવવા વિનંતી કરી હતી. ભાજપ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ જણાવ્યું હતું કે રાજ્યપાલે એ પક્ષની તરફેણ કરી હતી જેમને 170 ધારાસભ્યોનો ટેકો છે.

READ ALSO

Related posts

ચિંતા વધારી શકે છે આંકડા, આ રાજ્યમાં 3,5,8 વર્ષના ભુલકાઓને પણ Corona પોઝિટીવ

Arohi

દેશના આ 16 શહેરમાં કોરાનાનો સૌથી વધારે આતંક, ગુજરાતના પણ એક શહેરનો સમાવેશ

Karan

લોકડાઉનમાં સરકારે જરૂરિયાતની ચીજવસ્તુઓની જ દુકાન ખુલ્લી રાખવા કર્યો આદેશ તો મમતાએ બંગાળીઓને આપી આ વિશેષ છૂટ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!