GSTV
Home » News » વિદેશી નેતા મોદી રંગે રંગાયા: ભારત પ્રવાસ પહેલા બોલ્યા, ‘મોદી હૈ તો મુમકીન હૈ ‘

વિદેશી નેતા મોદી રંગે રંગાયા: ભારત પ્રવાસ પહેલા બોલ્યા, ‘મોદી હૈ તો મુમકીન હૈ ‘

અમેરિકાનાં વિદેશમંત્રી માઇકલ પોમ્પિયો આગામી 24 જુને ભારત પ્રવાસે આવી રહ્યા છે. ભારત મુલાકાત પહેલા તેમણે ભાજપનાં ચૂંટણી સ્લોગન “મોદી હૈ તો મુમકિન હૈ”નો ઉલ્લેખ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ પ્રધાન એસ.જયશંકરનાં ભરપેટ વખાણ કર્યા હતાં. ગઇકાલે ભારત-અમેરિકા વેપાર પરિષદને સંબોધતા પોમ્પિયોએ જણાંવ્યું કે, અમે ઇચ્છીએ છીએ કે મોદી બન્ને દેશો વચ્ચેનાં સંબંધો કેવી રીતે મજબૂત બનાવે છે. તેમણે કહ્યું કે હું મારા સમકક્ષ એસ.જયશંકરને મળવા માટે પણ ઉત્સુક છું. આગામી 28-29 જુને યોજાનારી જી-20 સમીટ પહેલા પોમ્પિયો ભારત પ્રવાસે આવી રહ્યા છે.

પોમ્પિયોએ જણાંવ્યું કે,અમે ભારતની નવી સરકાર સાથે વાતચીત કરવા તૈયાર છે. મોદીએ પોતાનાં ચૂંટણી પ્રચારમાં કહ્યું હતું કે, મોદી હૈ તો મુમકીન હૈ. હવે જોવાનું એ રહેશે કે તેઓ વિશ્વ સાથે સંબંધો અને ભારતની જનતા સાથે કરેલા વાયદા કેવી રીતે પુર્ણ કરે છે. અમને આશા છે કે પીએમ મોદી અમેરિકા સાથેનાં ભારતનાં સંબંધો કેવી રીતે મજબૂત બનાવશે. ભારત યાત્રા દરમિયાન ટ્રમ્પ પ્રશાસનનાં મહત્વાકાંક્ષી એજન્ડા પર વાતચીત કરશે.

ભારતનાં ચૂંટણી પરિણામોથી હેરાન નથી થયો, પરંતુ હું જાણું છું કે પીએમ મોદી નવા તરીકાનાં નેતા છે. તેમણે એક રાજ્યને પોતાનાં જીવનનાં13 વર્ષ આપ્યા છે. તેમણે ભારતનાં કરોડો ઘરોમાં વિજળી અને ગેસ ચુલા પહોંચાડ્યા છે.

પોમ્પિયોની યાત્રા હિંદ-પ્રશાંત ક્ષેત્ર માટે મહત્વપુર્ણ

ટ્રમ્પ પ્રશાસન ભારત સાથેનાં રણનીતિક ભાગીદારી વધારવા માટે સતત પ્રયાસો કરી રહ્યાં છે. માઇકલ પોમ્પિયો ભારત સિવાય શ્રીલંકા, જાપાન અને દક્ષિણ કોરીયાનાં પ્રવાસે પણ જવાના છે. ભારત પ્રવાસ દરમિયાન તેઓ વડાપ્રધાન મોદી અને વિદેશમંત્રી જયશંકર સાથે વાતચીત કરશે. પોમ્પિયોની હિંદ-પ્રશાંત ક્ષેત્રોની યાત્રા 30-જુને પુરી થશે. ભારત-પેસિફિક પ્રદેશની વ્યૂહાત્મક ભાગીદારી વધારવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રયત્નોને પગલે આ ચાર રાષ્ટ્રની યાત્રાનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે.

READ ALSO

Related posts

આ રાજ્યમાં સાંબેલાધાર વરસાદ, કેનાલમાં ફસાયેલી બે વ્યક્તિઓનું કરાયું રેસ્કયું

Path Shah

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને નહી, આ દેશને આપી ગંભીર ચેતવણી

Path Shah

WC-2019 AFG VS BAN:અફઘાનિસ્તાન સામે બાંગ્લાદેશની જીત, સેમી-ફાઈનલની આશા જીવંત

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!