GSTV
Home » News » અમરનાથ યાત્રા પર પુલવામા જેવા હુમલાની ધમકી, સઘન સુરક્ષા વચ્ચે અમિત શાહ કાશ્મીરની મુલાકાત કરશે

અમરનાથ યાત્રા પર પુલવામા જેવા હુમલાની ધમકી, સઘન સુરક્ષા વચ્ચે અમિત શાહ કાશ્મીરની મુલાકાત કરશે

ગૃહમંત્રી બન્યા પછી અમિત શાહ પહેલી વખત કાશ્મીરની મુલાકાતે જવાના છે. આવતીકાલે યુનિયન હોમ મીનીસ્ટર અમિત શાહ કાશ્મીરની બે દિવસીય મુલાકાતે જઇ રહ્યા છે. અમિત શાહની મુલાકાતનાં એક દિવસ પહેલાજ કાશ્મીર ખીણમાં અમરનાથ યાત્રાળુઓની સુરક્ષા માટે કેન્દ્રિય એજન્સીઓ દ્વારા સુરક્ષાની વિસ્તૃત યોજના તૈયાર કરવામાં આવી છે.

આ વખતે અમરનાથ યાત્રામાં સૌથી વધુ સુરક્ષા જવાનો ખડેપગે રહેશે. સૈન્ય અને જમ્મુ-કાશ્મીર પોલીસ સિવાય લગભગ 42 હજાર પેરામીલીટ્રી ફોર્સનાં જવાનો 1 જુલાઇથી શરૂ થનારી 46 દિવસની યાત્રા દરમિયાન મુસાફરોની સુરક્ષા કરશે.

સુરક્ષા એજન્સીઓએ ચિંતા વ્યક્ત કરી

ગૃહ મંત્રાલયનાં સૂત્રોનાં જણાંવ્યા પ્રમાણે એજન્સીઓએ બે મોટી સુરક્ષા ચિંતા રેખાંકિત કરી છે. ગાડીનાં માધ્યમથી આઇઇડી હુમલો અને જવાહર ટનલ આસ-પાસ હુમલો. બન્ને હુમલાનો જવાબ આપવા માટે તડામાર તૈયારી કરવામા આવી છે.

અનેક વિસ્તારમાં સઘન તપાસ શરૂ

સુરક્ષા એજન્સીને મળેલી વિશીષ્ટ સુચનાને આધારે જમ્મુ-કાશ્મીરને જોડતી જવાહર ટનલ અને તેનાં આસપાસની સુરક્ષા વ્યવસ્થાનું પુનર્મુલ્યાંકન કરવામાં આવ્યું છે. આ સિવાય એજન્સીઓએ ગ્રેનેડ હુમલો, તીર્થયાત્રીઓનાં અપહરણ અને આતંકવાદીઓ દ્વારા સુરક્ષાદળો પર કરાતા હુમલા વિશે ચર્ચા કરવામાં આવી, તેની તૈયારી પણ કરવામાં આવી હતી.

દોઢ મહિનો ચાલશે અમરનાથ યાત્રા

46 દિવસ સુધી ચાલનારી અમરનાથ યાત્રા શિવરાત્રીના દિવસે શરૂ થઈ રહી છે. જે 15મી ઓગષ્ટના રોજ પૂર્ણ થવાની છે. અમરનાથ યાત્રાની સુરક્ષા માટે સીસીટીવી, ડોગ સ્ક્વોડ, જોઈન્ટ કન્ટ્રોલ રૂમ સહિત સીઆરપીએફની ટુકડીને પણ સજ્જ કરવામાં આવી છે.

 આ ઉપરાતં જમ્મુ રેલવે સ્ટેશન પર પણ સુરક્ષા વધારવામાં આવી છે. કેમ કે, જમ્મુ રેલવે સ્ટેશન પર 70 હજારથી વધારે યાત્રીઓ આવવાની સંભાવના છે. જમ્મુ રેલ્વે સ્ટેશન ઉપરાંત  કટરા રેલવે સ્ટેશન, ટનલ અને રેલવે પુલની સુરક્ષામા પણ વધારો કરવામાં આવ્યો છે.

READ ALSO

Related posts

ગુડિયા ગેંગરેપ કેસમાં બંને આરોપી દોષી કરાર, એક આરોપીએ મીડિયાકર્મી પર હુમલાનો કર્યો પ્રયાસ – જુઓ VIDEO

Mansi Patel

જમ્મૂ-કાશ્મીરમાં 164 દિવસ બાદ ઈન્ટરનેટ સેવા ફરીથી શરૂ, આ જગ્યાઓ પર મળશે બ્રોડબ્રેન્ડ સુવિધા

Ankita Trada

પાકિસ્તાનનાં PM ઈમરાન ખાનની સામે પોસ્ટ લખવી પત્રકારને પડી ભારે, ઉઠાવીને લઈ ગઈ પોલીસ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!