GSTV

છત્તીસગઢમાં મતદાન પહેલા જ નક્સલીઓએ કર્યો હુમલો

Last Updated on November 12, 2018 by

છત્તીસગઢમાં સોમવારે પ્રથમ તબક્કાના મતદાનપહેલા જ નક્સલીઓએ હુમલો કર્યો છે. સવારે સાડા પાંચ વાગ્યે નક્સલીઓએ દંતેવાડાનાકાતેકલ્યાન બ્લોકના તુમકપાલ કેમ્પની નજીક આઈઈડી બ્લાસ્ટ કર્યો છે. જો કે આવિસ્ફોટમાં કોઈપણ જાનહાનિ થઈ નથી. મહત્વપૂર્ણ છે કે છત્તસીગઢની 18 વિધાનસભા બેઠકોપર આજે વોટિંગ થઈ રહ્યું છે.

દંતેવાડા બ્લાસ્ટની જાણકારી આપતા એન્ટિ નક્સલઓપરેશન્સ એઆઈજી દેવનાથે કહ્યુ છે કે નક્સલીઓએ સોમવારે સવારે સાડા પાંચ વાગ્યેસુરક્ષાદળોને નિશાન બનાવીને તુમકપલ-નયાનર રોડ પર આઈઈડી વિસ્ફોટ કર્યો છે. આમા પોલિંગ પાર્ટી અને સુરક્ષાદળોને કોઈ નુકસાન પહોંચ્યું નથી. બ્લાસ્ટ બાદ પોલિંગ પાર્ટીને સુરક્ષિતપણે નયાનર પોલિંગ બૂથ ક્રમાંક- 183 પર પહોંચાડવામાં આવી છે.

દંતેવાડામાં વોટિંગ પહેલા નક્સલીઓ દ્વારા કરવામાં આવેલા વિસ્ફોટમાં એકથી બે કિલોગ્રામ આઈઈડીનોઉપયોગ કરવામાં આવ્યો હતો. રવિવારે કાંકેર જિલ્લામાં નક્સલીઓ દ્વારા છ આઈઈડી બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા. આ વિસ્ફોટમાં બીએસએફના એક એએસઆઈ શહીદ થયા હતા. જ્યારે બીજાપુર એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ બે નક્સલીઓને ઠાર કર્યા હતા.

મહત્વપૂર્ણ છે કે છત્તીસગઢમાં પ્રથમ તબક્કાહેઠળની 18 બેઠકો સૌથી વધુ નક્સલગ્રસ્ત વિસ્તારમાં આવેલી છે. જેને કારણે સુરક્ષાનાકડક બંદોબસ્ત કરવામાં આવ્યા છે. લગભગ એક લાખ સુરક્ષાકર્મીઓની ઠેકઠેકાણે નિર્ભયતા પૂર્વકવોટિંગ પ્રક્રિયા પૂર્ણ કરાવવાના ઉદેશ્ય સાથે તેનાતી કરવામાં આવી છે. 18 વિધાનસભાબેઠકો પર 190 જેટલા ઉમેદવારો વચ્ચે મુકાબલો છે.

નક્સલ ગ્રસ્ત વિસ્તાર હોવાને કારણેદશ વિધાનસભા બેઠકો પર સવારે સાત વાગ્યાથી બપોરે ત્રણ વાગ્યા સુધી મતદાન થવાનું છે.તેમા મોહલા માનપુર, અંતાગઢ, ભાનુપ્રતાપપુર, કાંકેર, કેશકાલ, કોંડાગાંવ, નારાયણપુર,બીજાપુર અને કોંટાનો સમાવેશ થાય છે. જ્યારે આઠ વિધાનસભા બેઠકો પર સવારે આઠવાગ્યાથી સાંજે પાંચ વાગ્યા વચ્ચે વોટિંગ પ્રક્રિયા હાથ ધરાઈ છે. તેમાં ખૈરાગઢ, ડોંગરગઢ, રાજનાંદગાંવ, ડોંગરગાંગ, ખુજ્જી, બસ્તર, જગદલપુર અને ચિત્રકોટનો સમાવેશ થાય છે.

Related posts

UP ચૂંટણી! શું ભાજપ આવશે કે જશે? મત વિસ્તારના લોકોનો રોષ જોઈને ભાગવું પડ્યું નેતાને! હાથ જોડીને કારમાં બેસીને થયા પલાયન

pratik shah

મોટા સમાચાર : સરકાર સાથેની બેઠક બાદ તબીબોનો મોટો નિર્ણય, આજથી ડોક્ટરો ઉતરવાના હતા હડતાળ પર

Dhruv Brahmbhatt

અતિ મહત્વનું: મહેસૂલ વિભાગે 7 નાયબ કલેકટરની કરી બદલી, અધિકારી આલમમાં મચ્યો ખળભળાટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!