GSTV
India

ઓગસ્ટા વેસ્ટલેન્ડ કેસ : વાયુસેનાના પૂર્વ ચીફ સહિત 9 સામે CBIની ચાર્જશીટ

ઓગસ્ટા વેસ્ટલેન્ડના વીઆઇપી ચોપર ખરીદી કાંડમાં સીબીઆઇએ ચાર્જશીટ ફાઇલ કરી છે. ભારતીય વાયુસેનાના પૂર્વ ચીફ એસ પી ત્યાગી સહિત 9 સામે આ ચાર્જશીટ દિલ્હીની સીબીઆઇ કોર્ટમાં ફાઇલ કરાઇ છે. ચાર્જશીટમાં ત્યાગીના પિતરાઇ સંજીવનો પણ ઉલ્લેખ છે.

આ ઉપરાંત વકીલ ગૌતમ ખેતાનનો પણ ચાર્જશીટમાં નામ છે. અગસ્ટા વેસ્ટલેન્ડ કંપનીના વીઆઇપી ચોપર ખરીદીમાં 450 કરોડના લાંચ કૌભાંડમાં ગૌતમ ખેતાનને સીબીઆઇએ માસ્ટરમાઇન્ડ ગણાવ્યો છે. મહત્વનું છે કે 71 વરસના ત્યાગી 2007માં નિવૃત્ત થયા હતા.

ગત વરસે 9 ડિસેમ્બરે ત્યાગી, તેમના પિતરાઇ સંજીવ અને ગૌતમ ખેતાનની સીબીઆઇએ ધરપકડ કરી હતી. આ ત્રણેય જણા હાલ જામીન પર મુક્ત છે. આ કેસમાં 4 ભારતીય અને 5 વિદેશી લોકો સંડોવાયેલા છે. મહત્વનું છે કે બાર વીઆઇપી હેલિકોપ્ટરના ખરીદી કાંડમાં 3600 કરોડની ડીલ હતી. જેમાં 450 કરોડની લાંચ અપાઇ હોવાનો આરોપ છે.

Related posts

ભારતમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો, ICMRનો ખુલાસો

Padma Patel

Murder Case: મુંબઈના હેવાને ખોલ્યું રાઝ! બતાવ્યું શામાટે લિવ ઈન પાર્ટનરના ટુકડા ટુકડા કરીને કુતરાઓને ખવડાવ્યા?

HARSHAD PATEL

OpenAIથી દેશને કેવી રીતે ફાયદો થશે: ChatGPTના સંશોધક સેમ ઓલ્ટમેને PM મોદી સાથે કરી વાતચીત 

Padma Patel
GSTV