GSTV

મગફળીમાં માટી કૌભાંડ : ગુજરાતના કૃષિમંત્રીનું અાવ્યું ચોકાવનારું નિવેદન

Last Updated on August 1, 2018 by Karan

મગફળીમાં માટી કૌભાંડનો જીએટીવીએ પર્દાફાશ કર્યા બાદ ગાંધીનગરથી સત્તા ચલાવતી સરકાર પણ હચમચી ગઈ છે અને જેતપુરના પેઢલા ગામે મગફળીમાં માટી કૌભાંડને લઈને આજ સાંજ સુધી રાજ્ય સરકારે અહેવાલ માંગ્યો હતો. જીએસટીવી રજૂ કરેલા અહેવાલ બાદ કૃષિ પ્રધાન આર.સી. ફળદુએ જિલ્લા કલેકટરને તાકીદે સૂચના આપી હતી કે મગફળીની તમામ ગૂણો ખોલીને તપાસ કરવામાં આવે.

મગફળી અને માટી કે કચરુ જે કાંઈ હોય તે અલગ કરવામાં આવે અને આજ સાંજ સુધી તેનો અહેવાલ આપવામાં આવે. પેઢલા ગામે સામે આવેલા મગફળી કૌભાંડ પર પ્રતિક્રિયા આપતા તેમણે એ વાત સ્વિકારી પણ છે કે, મગફળીમાં માટી અને ઢેફા સામે આવ્યા છે..જોકે તેઓએ અહીં મગફળી ભરનાર મંડળી સામે પણ કાર્યવાહી થશે. તેવી વાત કહી છે. આ સિવાય તેમણે ભાજપના કાર્યકર હેશે તો પણ તપાસ થશે તેવી વાત કહી છે…

  • મગફળીમાં માટી કૌભાંડના પર્દાફાશ બાદ સરકારમાં ખળભળાટ
  • જેતપુરમાં મગફળીમાં માટી કૌભાંડને લઇને સાંજ સુધી માંગ્યો અહેવાલ
  • કૃષિ પ્રધાન અાર. સી. ફળદુઅે માટી કૌંભાંડને લઇને અહેવાલ માગ્યો
  • જીઅેસટીવીઅે મગફળીમાં માટી કૌભાંડના કરેલા પર્દાફાશ પર સરકારનો અેકરાર
  • તપાસમાં ઘમી જગ્યાઅે સામે અાવી છે ભેળસેળ
  • જવાબદારો સામે સખતાઈથી પગલાં ભરાશે
  • ભાજપના સભ્ય હશે તો પણ સરકરા પગલાં ભરશે
  • 30 હજાર ગૂણોની તપાસ કરવામાં અાવશે
  • પેઢલા ગામે મગફળી કૌભાંડને લઇને મંડળી સામે કાર્યવાહી થશે
  • કોઇ પણ હશે તેમ છતાં કાર્યવાહી થશે

જેતપુરના પેઢલા ગામે મગફળીમાં માટી કૌભાંડને લઈને જીએસટીવીએ કરેલા ખુલાસા બાદ તંત્રમાં ભાગદોડ મચી ગઈ છે અને કલેકટર તેમજ પોલીસ અધિકારી સહિતની ટીમ પેઢલા ગામ પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. કૌભાંડ બાદ સફાળી જાગેલી સરકારે ગણતરીના કલાકોમાં જ કૌભાંડ મામલે તપાસના આદેશ આપ્યા છે. જે બાદ જેતપુર તાલુકા પોલીસ મથકમાં મોટી ધણેજ સહકારી મંડળીના પ્રમુખ તેમજ ગોડાઉનના મેનેજર અને કર્મચારીઓ સહિત ફરિયાદ દાખલ કરાઇ છે.

બીજી તરફ વહીવટીતંત્રએ કૌભાંડના મૂળ સુધી પહોંચવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જિલ્લા કલેક્ટર અને એસપીની આગેવાની હેઠળ જયશ્રી ઇન્ટરનેશનલના ગોડાઉનમાં રહેલી એક-એક ગુણીની મગફળીની ચકાસણી કરવામાં આવી રહી છે. જીએસટીવીએ મગફળી કૌભાંડ ઉજાગર કર્યા બાદ કૃષિપ્રધાન આર સી ફળદુએ સમગ્ર કૌભાંડ મામલે અહેવાલ માંગ્યો છે. કૃષિપ્રધાને મગફળીમાંથી માટી કે ઢેફા કે પછી અન્ય કચરો અલગ કરી અહેવાલ રજૂ કરવા જિલ્લા કલેક્ટરને તાકીદે સૂચના આપી છે.

Related posts

સપ્ટેમ્બરનો ચમત્કાર / ગુજરાતના રાજકારણમાં આ મહિનો રહ્યો છે મહત્વનો, બની છે આવી ચાર-ચાર સત્તા ખળભળાવતી ઘટનાઓ

Lalit Khambhayata

હિંમતનગરના અનોખા ગણેશ, એવું તે શું છે ખાસ કે આરોગ્ય વિભાગ માટે પણ છે આકર્ષણનું કેન્દ્ર?

Pritesh Mehta

પેટ્રોલ ડીઝલના ભાવ જીએસટીમાં ન કરાયા સામેલ, જૂનાગઢમાં જનતાએ દર્શાવ્યો આક્રોશ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!