GSTV
Gujarat Government Advertisement

ગુજરાતમાં આવતીકાલથી જ ચૂકવાશે સહાય, 28 લાખ ખેડૂતોને નહીં મળે લાભ

Last Updated on December 24, 2019 by Karan

રાજ્ય સરકારે ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યના કૃષિ પ્રધાન આરસી ફળદુએ રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ સંબોધતા જણાવ્યુ કે, આવતી કાલે રાજ્યના ૨૪ લાખ ખેડૂતોને સહાય ચુકવવામાં આવશે. રાજ્યમાં સહાયતા માટે ૨૪ લાખ ખેડૂતોએ અરજી કરી છે. જેમને રાજ્યના પ્રધાનો દ્વારા સહાયની ચૂકવણી કરવામાં આવશે. રાજ્યમાં 52 લાખ ખેડૂતો છે. એટલે કે આ કૃષિ સહાય 28 લાખ ખેડૂતોને નહીં મળે. સરકાર પણ એ ચિંતામાં મૂકાઈ છે કે, 28 લાખ ખેડૂતોએ સહાય માટે શા માટે નથી કરી અરજી. હાલમાં તો ફળદુએ આ ખેડૂતો સહાયમાં રસ ન ધરાવતા હોવાનું માની રહયાં છે પણ આ બાબતે સરકારને પણ વિચારવાની જરૂર છે.

લાખોની સંખ્યામાં ફોર્મ ભરવું લગભગ અસંભવ

રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના હસ્તે વડોદરામાં તો નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલના હસ્તે મહેસાણામાં ખેડૂતોને સહાયની ચૂકવણી કરવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે, બુધવારે ભાજપ દ્વારા અટલજીના જન્મ દિવસે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવશે. જેથી રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે એકસામટા બાવન લાખ ખેડૂતોને ખેડૂત સહાય મેળવવાની તક તો પુરી પડાઇ હતી પરંતુ અચરજ ની વાત એ છે કે, ગ્રામ પંચાયતોમાં તે માટેની પુરતી માળખાકિય સુવિધાઓ જ નથી. જેના કારણે લાખોની સંખ્યામાં ફોર્મ ભરવું લગભગ અસંભવ જેવું બની રહ્યું છે. આમ ખેડૂતો આ સહાય યોજનાથી વિમુખ બની રહ્યાં છે. સરકારે તમામ ખેડૂતોને લાભ મલી રહે માટે કોમન સહાય યોજના જાહેર કરી હતી. જેમાં રાજ્યના 52 લાખ ખેડૂતોને લાભ આપવાનું આયોજન હતું જોકે, 24 લાખ ખેડૂતોએ આ લાભ માટે અરજી કરી છે.

રોજના ૧.૭૪ લાખ ખેડૂતોએ ફોર્મ ભરવા પડે

સરકારે બાવન લાખ ખેડૂતોને ફોર્મ ભરવા માટે ૩૦ દિવસનો સમય અપાયો હતો. એટલે કે રોજના ૧.૭૪ લાખ ખેડૂતોએ ફોર્મ ભરવા પડે !  તે સમય પણ અપુરતો હતો. જોકે, ફળદુએ સમય મર્યાદા વધારાવા માટે હા કહી હતી પણ એકાએક સહાયની ચૂકવણીની જાહેરાત કરાઈ છે. આમ આ કૃષિ સહાયનો લાભ તમામ ખેડૂતોને નહી મળે એ બાબત સાચી ઠરી છે. સરકાર એમ કહી રહી છે કે ખેડૂતોને સહાય લેવામાં રસ નથી.

રાજ્યભરના તમામ ખેડૂતો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવાઇ

ગુજરાતમાં અતિવૃષ્ટિ, કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે ખેતીપાકોને થયેલા નુકશાન અંગે સરકારે ‘કૃષિ રાહત પેકેજ ‘ જાહેર કરીને ખેડૂતો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવી હતી ખેડૂતને હેક્ટરદીઠ  ૪,૦૦૦ થી  ૬,૮૦૦  રૂપિયા સહાય આપવાનું નક્કી કરાયું છે. રાજ્યભરના તમામ ખેડૂતો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવાઇ છે. તેમાં શરત એ રખાઇ છેકે ખેડૂત ઓનલાઇન અરજી જે તે ગ્રામપંચાયતમાંથી જ  ભરી શકશે. બાકી જગ્યાએથી ભરાયેલી અરજી માન્ય નહીં ગણાય. આ સ્થિતિમાં ફક્ત એક જ માસના ગાળામાં રાજ્યના બાવન લાખ ખેડૂતોએ તેમની જ ગ્રામપંચાયતમાંથી ઓનલાઇન ફોર્મ ભરવું અશક્ય બની રહ્યું છે. જે વાત સાચી પડી છે.

Gujarat Government Advertisement

Related posts

ખુશખબર / કોરોના સામેની લડાઈમાં ભારતને મળશે વધુ એક વિદેશી હથિયાર, ફાઇઝરના CEOએ આપી મહત્વપૂર્ણ જાણકારી

Zainul Ansari

મોટા સમાચાર / રાજ્યના શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, 6 લાખ વિદ્યાર્થીઓને થશે ફાયદો

Zainul Ansari

કોરોના: સરકાર દ્વારા ડેલ્ટા પ્લસને ‘વેરિએન્ટ ઓફ કન્સર્ન’ જાહેર કરાયો, દેશમાં 22 દર્દીઓ મળી આવ્યા

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!