GSTV

અકાલી દળે મોકો જોઈને ગરમ તવા પર હથોડો મારી દીધો, કૃષિ બિલ તો બહાનું હતું અસલમાં આ કારણે NDAથી અલગ થયા

શિરોમણી અકાલી દળની ભાજપ સાથેની નારાજગી ફક્ત કૃષિ બિલ પૂરતી જ મર્યાદિત નથી. લાંબા સમયથી કેંન્દ્ર સરકારમાં પોતાની ઉપેક્ષાથી નારાજ હતા. જો છેલ્લા એક બે વર્ષના રાજકીય ઘટનાક્રમ પર નજર કરવામાં આવે તો, લગભગ અડધો ડઝન એવા મોકા આવ્યા છે, જ્યારે શિઅદ પોતાના રાજકીય સહયોગીથી જોઈએ તો, સાથ મળ્યો નથી. એવું પણ કહેવાય છે કે, શિઅદની સુનવાણી થતી નહોતી. તેથી જ કૃષિ બિલના મોકોને ઝડપી અકાલી દળે ગરમ તવા પર હથોડો મારી દીધો અને એનડીએથી છેડો ફાડી નાખ્યો.

શિઅદની મોદી સરકારથી નારાજગી

આ મહિને જ કેન્દ્ર સરકારે કાશ્મીરી, ડોગરી તથા હિન્દીને કાશ્મીરની સત્તાવાર ભાષાઓમાં શામેલ કરી છે. અકાલી દળ ઈચ્છતુ હતું કે, તેમાં પંજાબીને પણ શામેલ કરવામાં આવે. કાશ્મીરમાં પણ પંજાબી બોલવાવાળા લોકો છે તથા આ તે રાજ્યની સૌથી જૂની ભાષા છે. બાદલે આ મામલે પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહને વાત પણ કરી હતી, પણ કોઈએ ધ્યાન આપ્યુ નહીં. નરેશ ગુજરાલ આ બાબતે જણાવે છે કે, આ તો નાની એવી વાત હતી. તર્કસંગત વાત હતી, પણ સરકારે સાંભળી નહીં.

શિઅદની એક પણ વાત માનવા તૈયાર ન થયું એનડીએ

ગત વર્ષે ચોમાસું સત્રમાં સરકારે અકાલી દળનો વિરોધ હોવા છતાં પણ આંતર રાજ્ય નદી જળ વિવાદ સંશોધન બિલ લોકસભામાં પાસ કરાવી લીધું. જેમાં નિશ્ચિત સમયમાં જળવિવાદના સમાધાનની જોગવાઈ છે. તેનાથી અકાલી દલને લાગે છે કે, આ કાયદાથી પંજાબમાં આવતુ પાણી અન્ય રાજ્યોમાં વિભાજીત થઈ જશે. આ બિલ જો કે, અન્ય કારણોથી હાલમાં રાજ્યસભામાં અટકેલુ છે.

નારાજગીનું ત્રીજુ મોટુ કારણ હરિયાણામાં શિઅદના એક માત્ર ધારાસભ્ય ભાજપમાં સામેલ થઈ ગયા. શિઅદનું કહેવુ છે કે, ભાજપે ગઠબંધની મર્યાદાનું ઉલ્લંઘન કર્યુ છે.

બાદલની સલાહ લેવામાં આવી નહી

લોકસભા ચૂંટણી દરમિયાન અકાલી દળ ઈચ્છતુ હતું કે, અમૃતસર અને હોશિયારપુર સીટ ભાજપ તેને આપી દે અને બદલામાં લુધિયાણા અને જલંધર લઈ લે. પણ ભાજપે ઘસીને ના પાડી દીધી. અકાલી દળનું માનવુ છે કે, દેશમાં સૌથી મોટા ખેડૂત નેતા પ્રકાશ સિંહ બાદલ છે, પણ ખેડૂતોના મુદ્દે ક્યારેય તેમની સલાહ લેવામાં આવી નથી.

મોદી સરકારમાં કોઈ બેઠક થતીં નથી.

શિઅદ નેતાઓની ફરિયાદ છે કે, એનડીએ જૂના સાથીઓ જોડાયેલી છે. જો કે, હાલના વર્ષોમાં મહત્વના મુદ્દા પર વિચાર વિમર્શ કરવા માટે કોઈ બેઠક નથી યોજાઈ. સંસદ સત્ર દરમિયાન જરૂરી એનડીએની બેઠક થતી, પણ તે ફક્ત સત્રની રણનીતિ માટે થતી હતી.

READ ALSO

Related posts

કાળા બજારીઓએ માર્કેટમાં કૃત્રિમ અછત ઉભી કરતા, ડુંગળી બટાટાના ભાવ આસમાને પહોંચ્યા

Nilesh Jethva

દીવા તળે અંધારું : અમદાવાદ મનપાની ઓઢવ સ્થિત સબ ઝોનલ કચેરીની સામે છેલ્લા બે મહિનાથી ડ્રેનેજ ઓવરફલો

Nilesh Jethva

રાજ્યમાં વિધાનસભાની આઠ બેઠકો પરની પેટા ચૂંટણીનું ચિત્ર થયું સ્પષ્ટ, 8 બેઠકો પર કુલ 81 ઉમેદવારો મેદાને

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!