ખેડૂત અને સેનાને મળી શકે છે બમ્પર ભેટ, મોદી સરકાર ખર્ચ કરશે 27 લાખ કરોડ રૂપિયા

મોદી સરકારના અંતિમ બજેટમાં રજૂ થવાને આડે હવે થોડા દિવસ બાકી રહ્યાં છે. સરકારના આ અંતિમ બજેટમાં એવી સંભાવના સેવાઈ રહી છે કે સરકાર આ બજેટમાં પોતાના સૂટકેટની ચાવી ખોલીને ખેડૂત અને ગ્રામ્ય લોકોને વિશેષ ભેટ આપી શકે છે.

નાણાં મંત્રાલના સૂત્રો તરફથી મળેલી માહિતી મુજબ સરકારના આ બજેટ 27 લાખ કરોડ રૂપિયાનુ હોઈ શકે છે. મનાઈ રહ્યું છે કે આ બજેટમાં સરકાર ધરતીપુત્રો અને સંરક્ષણ વિભાગની થેલી ભરી શકે છે. ખાસ કરીને ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસ સંબંધિત યોજનાઓ પર વધુ રકમ ફાળવવાની આશા છે. આશા સેવાઈ રહી છે કે કેન્દ્ર સરકાર અમૂક એવી જોગવાઈ કરી શકે છે કે જે અત્યાર સુધી કોઈ અંતિમ બજેટમાં જોવા નહીં મળી હોય.

10 થી 11 ટકાનો વધારો શક્ય

મીડિયા રીપોર્ટ મુજબ આ બજેટમાં સરકાર અલગ-અલગ મંત્રાલયોને સીમાથી 10 થી 11 ટકા સુધી વધારી શકે છે. નાણાં મંત્રાલય સાથે જોડાયેલા સૂત્રો મુજબ, આશા સેવાઈ રહી છે કે 2019-20 નાણાંકીય વર્ષ માટે બજેટનો આકાર 27 લાખ કરોડ હોઇ શકે છે. અહીં તમને જણાવવાનું કે ચાલુ નાણાંકીય વર્ષમાં સરકારે સામાન્ય બજેટનો આકાર 24.2 લાખ કરોડનો રાખ્યો છે. સરકારનુ આ છેલ્લુ બજેટ છે અને બજેટ બાદ ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકાર બજેટમાં દરેક પ્રકારની લલલચામણી જાહેરાત કરી શકે છે. ખાસ કરીને દેશના ખેડૂતો અને સેનાના જવાન પર ધ્યાન કેન્દ્રીત થઇ શકે છે. તેથી મનાઈ રહ્યુ છે કે આ બજેટ લીકથી અલગ રહેવાનુ છે.

જીડીપીના અનુપાતમાં ઘટી શકે છે બજેટનો આકાર

બજેટમાં દર વર્ષે સરકારનો પ્રયત્ન રહે છે કે બજેટનો આકાર જીડીપીના અનુપાતઓછોરાખવામાં આવે. ચાલુ નાણાંકીય વર્ષમાં બજેટનો આકાર જીડીપીના લગબગ 13 ટકા છે. પરંતુ મનાઇ રહ્યું છે કે નાણાંકીય વર્ષ 2019-20માં તેને ઘટાડીને 12.7 ટકા કરી શકાય છે. અહીં જણાવવાનું કે નાણાંકીય વર્ષમાં 2009-10માં સરકારના બજેટનો આકાર જીડીપીના 15.8 ટકા હતો, જેને ઘટાડીને હવે 13 ટકા પર લાવવામાં આવ્યો છે.

ખેડૂત અને સેના પર કેમ ધ્યાન કેન્દ્રીત રહેશે?

ગત બજેટમાં ખેડૂતો અને સંરક્ષણ ક્ષેત્રને તેમના મન મુજબ બધુ મળી શક્યુ નહતું. ખાસ કરીને ડિફેન્સ સેક્ટર સંપૂર્ણ રીતે અસંતુષ્ટ હતું. બજેટમાં આ ક્ષેત્રો પર ધ્યાન એટલા માટે રાખવાની સંભાવના છે કે ગત બજેટ બાદ આ બંને ક્ષેત્રએ અમૂક સવાલ પણ ઉભા કર્યા હતાં.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter