GSTV

Agriculture / આ રાજ્યમાં થાય છે Woods of the Godsની ખેતી, આંતરરાષ્ટ્રીય માર્કેટમાં છે કિલોનો ભાવ 75 લાખથી વધુ

agricultural

Last Updated on September 15, 2021 by Lalit Khambhayata

Agriculture નાનકડા રાજ્ય ત્રિપુરાએ કાઠુ કાઢ્યું છે. ત્રિપુરાના ખેડૂતોની મહેનત અને વિવિધ સંસ્થાના પ્રયત્નોથી ત્યાં ઊગતા ફળો અને ખાવાપીવાની અન્ય વસ્તુઓની મિડલ ઈસ્ટ, ઈંગ્લેન્ડ તથા જર્મનીમાં નિકાસ થાય છે. ત્રિપુરા દેશનું કટહલ (અંગ્રેજીમાં જેકફ્રુટ અને ગુજરાતીમાં ફણસ) ઉત્પાદન કરતું સૌથી મોટું રાજ્ય છે. ત્યાં જૂનથી ઓગસ્ટ દરમિયાન ફણસની સારામાં સારી વેરાયટી થાય છે. ત્રિપુરાની આ ફળોની ખેતીની ખાસ વાત એ છે કે, ત્યાંના ખેડુતો કોઈ પ્રકારના રસાયણોનો ઉપયોગ નથી કરતા. હાલમાં જ એક ટન ‘રાની જેકફ્રુટ’ જર્મની મોકલવામાં આવ્યા હતા. પ્રથમ વખત એવું થયું કે કોઈ રાજ્યનું ફળ જર્મની દેશને એક્સપોર્ટ કરવામાં આવ્યું. રેલવે મંત્રાલય દ્વારા ચાલતી કિસાન રેલ થકી ખેડુતોને પોતાનો માલ બીજી જગ્યાએ પહોંચાડવાનો રસ્તો સરળ કરી દીધો છે.

યુરોપિયન દેશોમાં એક્સપોર્ટ

ત્રિપુરાએ ત્રણ વર્ષ પહેલા મિડલ ઈસ્ટના દેશોમાં ફણસ અને લીંબુની નિકાસ કરી છે. ત્યાર પછી ત્રિપુરાથી ફણસનો એક મોટો જથ્થો ઈંગ્લેન્ડ મોકલ્યો. ઈંગ્લેન્ડ બાદ હાલમાં રાજ્યની ફણસને હવાઈ માર્ગે જર્મની પણ મોકલવામાં આવી છે. ત્રિપુરા સરકારે અગરના વૃક્ષોની વાણિજ્યિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે આગામી ત્રણ વર્ષમાં આ ક્ષેત્રમાં બે હજાર કરોડના ટર્નઑવરનું લક્ષ્ય નક્કી કર્યું છે. ફળોની નિકાસમાં રાજ્ય સરકાર અને ખેડૂતોની મદદ કરનાર એગ્રીકલ્ચર ઍન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ (APEDA)ના એક ઑફિસર જણાવે છે કે, ત્રિપુરામાં ફણસ એ એક કમર્શિયલ ફળ છે. તેની સ્થાનિક સ્તરે પણ સારી એવી ડિમાન્ડ છે. આ ફળમાં કાર્બોહાઇડ્રેડ્ટ ઉપરાંત કેલ્શિયમ, પોટેશિયમ તથા વિટામિન એ ભરપૂર માત્રામાં મળે છે. APEDA પૂર્વોત્તરમાં થતી ખાદ્ય સામગ્રીને દેશની નિકાસ થતી વસ્તુઓના લિસ્ટમાં સામેલ કરવા માટે સતત પ્રયત્નશીલ છે.

હૉર્ટિકલ્ચરના ડિરેક્ટર ડૉ. ફણિ ભૂષણ જમાતિયા એક મીડિયા સાથેની વાતચીતમાં જણાવે છે કે, ઈંગ્લેન્ડ મોકેલેલા ફણસના પહેલા જથ્થામાં 350 ફળ હતા. તેને પહેલા ટ્રેન દ્વારા દિલ્હી મોકલવામાં આવ્યા અને ત્યાંથી હવાઈ માર્ગે ઈંગ્લેન્ડ. તે જેકફ્રુટનું વજન 3થી 4 કિલ્લોની વચ્ચે હતું અને ખેડુતોને પ્રતિ જેકફ્રુટ ઉપર 30 રૂપિયા મળે છે જે સ્થાનિક બજારમાં મળતી કિંમત કરતા ત્રણ ઘણી વધારે છે.’ ભૂષણ જમાતિયાના કહેવા મુજબ ત્રિપુરાની ફણસનો સ્વાદ તેમને ખાસ બનાવે છે. માટે વિદેશમાં તેને ખાસી એવી પસંદ કરાય છે. હાલમાં જ પહેલા જથ્થામાં એક ટન ‘રાની ફણસી’ મોકલવામાં આવી છે. ભૂષણ જમાતિયાએ જણાવ્યું તે મુજબ ફણસી સાથે ટ્રાયલ માટે એક હજાર ખુશ્બુદાર લીંબુ પણ જર્મની મોકલવામાં આવ્યા છે. જુદી જુદી સંસ્થાઓની મદદ વડે પહેલી વાર રાજ્યથી કોઈની ફ્રુટની નિકાસ જર્મની કરવામાં આવી છે.

સ્ટેટ ફ્રુટ અનાનસ

2019ની શરુઆતમાં દુબઈ તથા મિડલ ઈસ્ટના અન્ય દેશોમાં ત્રિપુરાથી અનાનસની નિકાસ કરવામાં આવી હતી. રાજ્યમાં અનાનસની ત્રણ જાતિ થાય છે. તેમાં રાની અનાનસ અત્યંત ખાસ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ત્રણ વર્ષ પહેલા તેને ત્રિપુરાનું રાજકીય ફળ (સ્ટેટ ફ્રૂટ) જાહેર કર્યું હતું. સરકારી આંકડા મુજબ ત્રિપુરામાં 8800 હેક્ટર જમીન પર જેકફ્રુટની ખેતી થાય છે અને ચાર હજાર ખેડૂત પ્રત્યક્ષ રીતે આ કામ સાથે જોડાયેલા છે. ફણસના માર્કેટિંગ સાથે જોડાયેલી સંસ્થા બાસિક્સ કૃષિ સમૃદ્ધિ લિમિટેડના સભ્ય બિપ્લબ મજુમદાર જણાવે છે કે, આ વખતે ફણસના બે જથ્થા લંડન અને એક દુબઈ મોકલવામાં આવ્યા છે. ત્યાર બાદ ચોથો જથ્થો જર્મની મોકલવામાં આવ્યો.

કિસાલ રેલનો ફાયદો

ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લબ કુમાર દેબએ તાજેતરમાં રાજધાની અગરતલાથી પહેલી કિસાલ રેલને લીલી ઝંડી આપી. તમણે જણાવ્યું હતું કે, કિસાલ રેલના કારણે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ ઘણો ઘટી જશે. અગાઉ હવાઈ માર્ગે ચીજવસ્તુઓ મોકલાતી હતી. ત્યારે પ્રતિ કિલો 20થી 50 રૂપિયા સુધી ખર્ચો આવતો હતો, પરંતુ હવે દિલ્હી માટે પ્રતિ કિલો 2.25 રૂપિયા અને ગુવાહાટી માટે 88 પૈસા થઈ ગયો છે. મુખ્યમંત્રીના કહેવા મુજબ કોરોનાના કારણે હાલમાં ફણસી અને અનાનાસની જ નિકાસ થઈ રહી છે. રાજ્યમાં ધાન, લીંબુ, કાજૂ અને કશ્મિરી સફરજન પણ થાય છે. સરકાર આ ફળોની નિકાસ વધારીને ખેડુતોની ઈન્કમ બમણી કરવાના પ્રયાસ કરી રહી છે. રેલવેએ ફળો અને ખાદ્ય વસ્તુઓના પરિવહન માટે અમુક માર્ગો ઉપર કિસાન રેલ શરૂ કરી છે. આ ટ્રેનમાં ખેડુતોના ફળ અને શાકભાજી એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવામાં આવે છે. ત્રિપુરાના અનાનાસ ઉગાડતા ખેડુતો માટે જનરલ ડબ્બાની ટ્રેનને જ ‘કિસાલ રેલ’ બનાવવામાં આવી છે. ત્રિપુરાના આશરે 12 ટન રાની અનાનાસ લઈને પહેલી કિસાન રેલ દિલ્હીથી આદર્શનગર સ્ટેશન પહોંચી હતી.

અગરની ખેતીને પ્રોત્સાહન

ત્રિપુરાની સરકારે અગરના વૃક્ષોની ખેતીને પ્રોત્સાહન આપવાના હેતુથી આવનારા ત્રણ વર્ષોમાં આ સેક્ટરમાં બે હજાર કરોડ રૂપિયાના ટર્નઑવરનું લક્ષ્ય રાખ્યું છે. રાજ્ય સરકાર નાણાકીય વર્ષ 2021-22માં 75 હજાર કિલો અગર ચિપ્સ અને 1500 કિલો અગર તેલ નિકાસ કરવાની યોજના બનાવી છે. હાલમાં રાજ્યમાં અગરના 50 લાખ વૃક્ષો છે. સરકારી અધિકારીઓનું કહેવું છે કે, રાજ્ય સરકારે 2025 સુધી વૃક્ષોની સંખ્યા બમણી કરવાનું લક્ષ્ય રાખ્યું છે.

1991ની સાલમાં અગરના લાકડાની નિકાસમાં પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી બિપ્લબદેબએ ત્રિપુરાની અગરવુડ પૉલિસી, 2021 અંગે વડાપ્રધાન સાથે વાત કરી છે. અગરના લાકડાને ‘વુડ ઑફ ધ ગૉડ્સ’ પણ કહેવામાં આવે છે. ઈન્ટરનેશનલ માર્કેટમાં આ લાકડાની કિંમત એક લાખ ડૉલર પ્રતિ કિલો સુધીની છે. આ વૃક્ષ દક્ષિણ-પૂર્વ એશિયાના વરસાદી જંગલોમાં જોવા મળે છે. દુનિયાભરમાં અગરના લાકડાનો બિઝનેસ આશરે 32 અરબ ડૉલરનો છે.

Related posts

ટેક્નોલોજિકલ ક્રાંતિ / એમેઝોને શરુ કર્યો નવો પ્રોજેક્ટ, “હું મારૂ પોતાનુ સ્પેસ સ્ટેશન લોન્ચ કરીશ” : જેફ બેઝોસ

Zainul Ansari

ચિંતાનો વિષય / કેમ પડી પૃથ્વીની પરિભ્રમણની ગતિ ધીમી? શું આ બદલાવ છે કોઈ ખતરાનો સંકેત કે પછી…?

Zainul Ansari

અલર્ટ / કોરોના વાઈરસના AY.4.2 વેરિએન્ટને લઇ ભારત સતર્ક, આરોગ્ય મંત્રીએ કહ્યું- ચાલી રહી છે તપાસ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!