GSTV
Gujarat Government Advertisement

બે ટકા ટીડીએસના વિરોધમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કૃષિ ઉત્પન્ન બજારો આજથી હડતાલ પર

Last Updated on September 1, 2019 by Mayur

કેન્દ્ર સરકાર દ્રારા કરવામાં આવેલી જોગવાઈના વિરોધમાં ગુજરાતની 224 એપીએસીઓ અને બીજા 190 જેટલા મુખ્ય અને સબમાર્કેટ યાર્ડ પહેલી સપટેમ્બરથી બંધ પાળશે. આમ પહેલી સપ્ટેમ્બરે બધાં જ બજારો ઠપ થઈ જશે. નાણાંકીય વર્ષ દરમિયાન રૂ 1 કરોડથી વધુના રોકડના વ્યવહારો કરનારાઓ પાસેથી એક કરોડથી વધારાની રકમ પર બે ટકા કરકપાત કરી લેવાની જોગવાઈની સૌથી વધુ અસર ગુજરાતની 224 કૃષિ ઉતપન્ન બજાર સમિતિઓ પર પડશે. તેમને રોકડથી જ પેમેન્ટ આવે છે અને તેઓ રોકડથી જ પેમેન્ટ ચૂકવતા હોવાથી તેમને આ માટે આ જોગવાઈ પરેશાની ઉભી કરનારી સાબિત થઈ શકે તેમ હોવાથી તેની સામે તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે.

ક્યાં ક્યાં અસર પડશે ?

ઉંઝા, મહેસાણા, ગોંડલ, જામનગર, ભૂજ, વડોદરા, સુરત, રાજકોટ, અમદાવાદ, પાલનપુર, વલસાડ સહિતના મોટી એપીએમસીના રોકડના ખાસ્સા વહેવારો થાય છે. તેમના પર આ જોગવાઈની બહુ જ મોટી અસર પડશે. જીરૂ, વરિયાળી, ઈસબગુલ જેવી વસ્તુઓ ખરીદ-વેચાણ કરનારા વેપારીઓ પર બે ટકા કરકપાતની જોગવાઈની મોટી અસર પડશે.

આશાબેન પટેલે લીધી મુલાકાત

તેથી જ દિલ્હી પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં હાજરી આપવા ગયેલા વિધાનસભ્ય ડો. આશાબેન પટેલ ઉંઝા સહિતના ગુજરાતના કૃષિ ઉત્પન્ન બજાર સમિતિ સાથે સંકળાયેલા વેપારીઓને વરસે દહાડે 1 કોરડથી વધુના રોકડ ઉપાડ કરવા પર બે ટકા ટીડીએસ લાગુ કરવાની જોગવાઈના બોજમાંથી મુક્તિ આપવાની રજૂઆત પણ કરે તેવી સંભાવના છે. આ મુદ્દે નિર્મલા સીતારામનને પણ ગુજરાત નિયંત્રિત બજાર સંઘે લેખિત રજૂઆત કરી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે આ જોગવાઈને પરિણામે બજારના વેપારીઓની આર્થિક ભીંસ વધી શકે છે. ખેડૂતને ડ્રાફ્ટ કે ચેકથી પેમેન્ટ કરવા વેપારી તૈયાર હોય તો પણ ખેડૂત તૈયાર થતો નથી. ખેડૂત રોકડથી જ નાણાં લેવાનું પસંદ કરે છે. કારણ કે કૃષિ ઉપજની આવકમાંથી ખાતર અને બિયારણની ખરીદી કરીને તથા થોડી ઘરવખરીની ખરીદી કરીને જાય છે.

અસ્તિત્વ ટકાવવું અઘરૂ

અમદાવાદ કૃષિ ઉત્પન્ન બજાર સમિતિના સૂત્રોનું કહેવું છે કે એક ટકા કમિશન મેળવનારા એજન્ટે બે ટકા ટીડીએસ આપવાનો થાય તો તેને માટે અસ્તિત્વ ટકાવવું જ અઘરૂ બની જશે. એજન્ટો એકથી દોઢ ટકા કમિશનર પર જ બહુધા કામ કરે છે. ગુજરાત નિયંત્રિત બજાર સમિતિએ અને ઉંઝા માર્કેટ યાર્ડ વાર્ષિક રૂ 1 કરોડથી વધુ રકમના રોકડના ઉપાડ પર બે ટકાનો ટીડીએસ કરવાની જોગવાઈમાંથી એપીએમસીના વેપારીઓને મુક્તિ આપવાની માગણી કરી છે. ગુજરાત ખેત ઉત્પન્ન બજાર અધિનિયમ 1963નું મુખ્ય સૂત્ર જ ખુલ્લી હરાજી, સાચો તોલ અને રોકડ નાણાં છે. આ સંજોગોમાં માલ વેચીને રોકડ નાણાં લઈને ખાતર, બિયારણ અને જરૂરી ઘરવખરીની ખરીદી કરનારા ખેડૂતો રોકડ નાણાંનો જ આગ્રહ રાખે છે.

સીબીડીટીએ આપી તકેદારીની ખાતરી

ચેક કે ડિમાન્ડ ડ્રાફ્ટની વ્યવસ્થામાં તેમને બહુ વિશ્વાસ નથી. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાં એપીએમસીના વેપારીઓ દ્રારા ખેડૂતોને આપવામાં આવતી સેવાઓ પર વેરાનો બોજ નાખવામાંથી માફી આપી હતી. તેથી બજાર પર સમિતિના લાઈસન્સ ધારી વેપારીઓ અને કમિશન એજન્ટોને વરસે રૂ 1 કરોડથી વધુના રોકડના ઉપાડ પર બે ટકા ટીડીએસ કરવાની જોગવાઈમાંથી મુક્તિ આપવાની માગણી કરવામાં આવી છે. સેન્ટ્ર લબોર્ડ ઓફ ડાયરેક્ટર ટેક્સિસ દ્રારા આ સ્પષ્ટતા કરવામાં આવી હોવાથી રોકડેથી પેઢીના માલિકોને પરિસ્થિતિનો વ્યવસ્થિત અંદાજ મળ્યો છે. બીજું, સામાન્ય રીતે ટીડીએસ એક વ્યક્તિ દ્રારા કોઈ વેચાણ કે સેવાના ભાગરૂપે કરવામાં આવતી ચૂકવણીની રકમ પર ટીડીએસ કરવામાં આવે છે. બાકીની રકમ નાણં મેળવનારી આવક ગણાય છે. બેન્કો દ્રારા કરવામાં આવેલા ટીડીએસના નાણાંને કરદાતાની આવક તરીકે ગણવામાં નહીં આવે તેની પણ તકેદારી લેવાની ખાતરી સીબીડીટીએ આપી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર

Dhruv Brahmbhatt

ચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર

Dhruv Brahmbhatt

કોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!