GSTV
Home » News » કોંગ્રેસને પછાડવા મોદી સરકારનો આ છેલ્લો દાવ : ના.. ના.. કરતી સરકાર ભૂંડી હારથી હલી ગઈ

કોંગ્રેસને પછાડવા મોદી સરકારનો આ છેલ્લો દાવ : ના.. ના.. કરતી સરકાર ભૂંડી હારથી હલી ગઈ

તાજેતરમાં યોજાયેલ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં પરાજય થતા ભારતીય જનતા પાર્ટીનો (ભાજપ) પરાજય થતાં એક જબરજસ્ત આંચકો લાગ્યો છે તેમાં ય મહત્ત્વની વાત તો એ છે કે, આ પાંચમાંથી ત્રણ રાજ્યો – રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ તો ભાજપના ગઢ સમાન હતા આ અગાઉ એટલે કે વર્ષ પહેલા ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં પણ ભાજપને ઓવરઓલ તો નબળો જ પ્રતિસાદ સાંપડયો હતો.  આમ, એકતરફ વિવિધ રાજ્યોમાં પરાજયની બીજી તરફ આગામી એપ્રિલ- મેમાં લોકસભાની ચૂંટણી યોજાનાર છે તેથી રઘવાઈ બનેલી મોદી સરકારે પોતાનો લુપ્ત થયેલો જનાધાર પરત મેળવવા આગામી લોકસભાની ચૂંટણી પહેલાં ખેડૂતોની રૂા. ૪ લાખ કરોડની લોન માફીની લહાણી કરે તેવી સંભાવના છે.

ટેકાના ભાવમાં વધારો ન થયો સફળ

પાંચ વર્ષ અગાઉ ખેડૂતોની આવક બમણી કરવા સહિતના અનેક વાયદાઓ સાથે સત્તા હાંસલ કરનાર મોદી સરકારે પાંચ વર્ષમાં ખેડૂતો માટે તેમજ કૃષિ ક્ષેત્ર માટે ચોક્કસ પગલા ભર્યા જ નથી જેના કારણે તાજેતરમાં જ દેશભરના ખેડૂત સંગઠનોએ દિલ્હી ખાતે મહારેલીનું આયોજન કર્યું હતું.  ખેડૂતોની આવક બમણી કરવા વિવિધ જણસોના ટેકાના ભાવમાં વધારો કરાયો છે પરંતુ તેના અમલમાં અનેક પ્રતિકૂળતાઓ રહેલી છે. આમ, દેશભરના ખેડૂતો સરકારથી નારાજ છે ખેડૂતોમાં ભભૂકતા અસંતોષ અને રોષના કારણે જ વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપને પ્રચંડ ફટકો પડયો છે તેવું ગણિત મંડાયું છે.

કૃષિ લોન માફીનું પગલું અર્થતંત્ર માટે ખૂબ જ ખરાબ પગલું

આમ, પાંચ વર્ષ સુધી ખેડૂતોની સમસ્યા હલ કરવા કોઈ ચોક્કસ પગલા ન ભરનાર મોદી સરકાર આગામી લોકસભાની ચૂંટણીમાં પોતાને નુકસાન ન થાય તે બાબતને ઘ્યાનમાં રાખીને ટૂંક સમયમાં ખેડૂતોના દેવા માફી જેવી યોજના લાવી શકે છે. દેશમાં હાલ ૨૬ કરોડથી વધુ ખેડૂત પરિવારોને પોતાની તરફ વાળવા રૂા. ચાર લાખ કરોડની લોનમાફી યોજનાનો હાલ તખ્તો ઘડાઈ રહ્યો છે તેમ માનવામાં આવી રહ્યું છે. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે, કૃષિ લોન માફીનું પગલું અર્થતંત્ર માટે ખૂબ જ ખરાબ પગલું છે આ ઉપરાંત લોન માફી એ ખેડૂતોની સમસ્યાનો અસરકારક ઉપાય અથવા તો ઉકેલ નથી. લોન માફીથી ખેડૂતોને ખાસ કોઈ લાભ થતો નથી. બલ્કે નાણાંકીય સિસ્ટમ પર બોજો વધે છે. દેશના ખેડૂતોનો મોટા ભાગનો હિસ્સો ગ્રામ્ય વિસ્તારમાં છે.

ખૂબ ઓછા ખેડૂતોને મળતો હોય છે લાભ

ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો લોન માટે બેંકમાં ઓછા જાય છે. બેંકમાંથી લોન લેનાર ખેડૂતોની સંખ્યા ખૂબ જ ઓછી છે. આ લોકો સ્થાનિક શરાફો પાસેથી લોન લેતા હોય છે. આમ, સરકાર લોન માફીની જાહેરાત કરે તો પણ ખૂબ ઓછા ખેડૂતોને તેનો લાભ મળતો હોય છે. ખેડૂતોની મુખ્ય સમસ્યા કૃષિ જણસોના પૂરતા અને ચોક્કસ ભાવ મળતા નથી તે છે ખેડૂતો જે પાક લેતા હોય છે તે પાકના ખેડૂતોને પાણીના મૂલે દામ મળે છે. જ્યારેે બજારમાં તે વસ્તુ મોંઘી દાટ એટલે કે ઊંચા ભાવે મળે છે. આમ, ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોથી શહેરના બજારો સુધી ધાન્ય અને શાકભાજીનો પુરવઠો પહોંચે છે તે વચ્ચે દલાલો / વિતરકોની એક બહુ મોટી ચેઇન કાર્યરત છે.

લોન માફીથી માત્ર ને માત્ર ટૂંકા ગાળાની રાહત

આ ચેઇન થકી વેપારીઓના ખિસ્સા ભરાય છે અને ખેડૂતોને તેમની ઉપજના સામાન્ય દામ મળે છે. આમ, આ સમગ્ર વિતરણ સિસ્ટમ પર સરકારનો કોઈ જ અંકુશ હોતો નથી. જેના કારણે સરવાળે ખેડૂતોને સહન કરવાનો વારો આપે છે. લોન માફીના પગલાથી ખેડૂતને આ વર્ષે જરૂર રાણી થશે. પરંતુ આગામી સમયમાં મોંઘા બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ, અપૂરતા વરસાદ અને દેશમાં કાર્યરત અપ્રમાણિત વિતરણ સિસ્ટમના કારણે ખેડૂતોની હાલાકીમાં કોઈ જ ફરક પડવાનો નથી. લોન માફીથી માત્ર ને માત્ર ટૂંકા ગાળાની રાહત જ થાય છે તેનાથી કોઈ સમસ્યા દૂર થતી નથી. ગ્રામ્ય વિસ્તારોમાં રાજકીય લાભો ખાટવા માટે વિવિધ રાજકીય પક્ષો માટે કૃષિ લોન માફી એ એક હાથવગો ઉપાય છે. પરંતુ કૃષિ લોન માફીના પગલાની અર્થતંત્ર પર અસર થતી હોય છે અને મુખ્ય મુદ્દો એ છે કે આ પગલાથી લાંબે ગાળે ખેડૂતોને અથવા તો અર્થતંત્રને ફાયદો તો થતો જ નથી.

સરકારના આ પગલાથી ધિરાણ શિસ્તતા ખાડે જશે

એક તરફ સરકાર રાજકોષીય ખાધને ૩ ટકાની મર્યાદામાં અંકુશમાં રાખવાની વાતો કરે છે. તો બીજી તરફ ક્રેડિટ એજન્સીઓ દ્વારા આ આંકડો ૩.૫ ટકા એટલે કે રૂા. ૬.૬૭ લાખ કરોડ સુધી પહોંચી જશે તેવો અંદાજ મુકાયો છે. હવે જો આ આંકડામાં કૃષિ લોન માફીના રૂા. ૪ લાખ કરોડ ઉમેરીએ તો આ આંકડો ક્યાં પહોંચશે તેનો સરકારે કોઈ તાગ મેળવ્યો છે ખરો ? અને બીજી મહત્ત્વની વાત એ છે કે સરકારના આ પગલાથી ધિરાણ શિસ્તતા ખાડે જશે. ખેડૂતોને દર વખતે કૃષિ લોન માફીનું ગાજર આપી રાજકીય પક્ષો પોતપોતાના ગણિત, મનસુબા પાર પાડી દે છે પરંતુ તેનાથી ખેડૂતોની સમસ્યાનો અંત આવતો નથી. સરકારે કૃષિ લોન માફીની જગ્યાએ ખેડૂતોની આવકમાં ટેકો મળી રહે તેવા પગલા જાહેર કરવા જાહેર કરવો જોઈએ. 

બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ નીચા દરે ઉપલબ્ધ થાય તેવું માળખું ઘડવું જોઈએ. કૃષિ ઉપજની હાલની અસ્પષ્ટ વિતરણ સિસ્ટમને વ્યવસ્થિત બનાવી ઉપજના પૂરતા દામ મળે તેવું માળખું ગોઠવવું જોઈએ. પૂરતા પ્રમાણમાં વીજળી- પાણીની સવલતો ઉપલબ્ધ થાય તેવા પગલા ભરવા જોઈએ. જો આ પ્રકારના ચોક્કસ પગલા ભરાશે તો કૃષિ લોન માફી યોજનાની જરૂર જ નહી પડે પણ આ પ્રકારના પગલા ભરવામાં સરકાર ઉદાસીન જ રહે છે…

કૃષિ લોન માફીનો ઇતિહાસ રચાશે

અગાઉ ૨૦૦૯માં યુપીએ સરકારે રૂા. ૭૨ હજાર કરોડના કૃષિ દેવા માફ કર્યા હતા. ત્યારબાદ તાજેતરના ભૂતકાળમાં યુપી, કર્ણાટક સહિતના અન્ય રાજ્યોએ પણ કૃષિ દેવા માફ કર્યા હતા. હવે મોદી સરકાર ૪ લાખ કરોડની કૃષિ લોન માફીની યોજના હાથ ધરી રહી હોવાના અહેવાલ છે. જો સરકાર આ પગલું ભરશે તો અત્યાર સુધીની કૃષિ લોન માફીનો સૌથી મોટો આંકડો બની રહેશે.

Related posts

લગ્નમાં ઢોલ વગાડવા કેમ ન આવ્યો કહી, કર્યો ધારિયા વડે હુમલો

Nilesh Jethva

લગ્નમાં ઢોલ વગાડવા કેમ ન આવ્યો કહી, કર્યો ધારિયા વડે હુમલો

Nilesh Jethva

આ શું? અચાનક એવું શું થયું કે સાંસદ જાહેરમાં રડી પડ્યા

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!