ગુજરાત રાજ્યના મેગા સીટી અમદાવાદમાં ઈન્કમટેક્સ વિભાગનું મોટું ઓપરેશન કરવામાં આવ્યું છે. લાંબા સમય બાદ અમદાવાદમાં IT વિભાગે સપાટો બોલાવ્યો છે. જાણિતા એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડ પર ITએ તવાઈ બોલાવી છે,. જાણીતા ટાઇલ્સ ઉત્પાદક પર ITના દરોડા પડ્યા છે. તમને જણાવી દઈએ કે AGL કંપનીના માલિક કમલેશ પટેલ છે, તેમની માલિકીની એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડ એ ભારતની સૌથી મોટી ટાઇલ્સ અને બાથવેર સોલ્યુશન્સ બ્રાન્ડ બનાવતી કંપનીઓમાની એક છે.

કોર્પોરેટ ઓફિસ, ઘર, ગોડાઉન વિવિધ સ્થળે દરોડા
ITના અધિકારીઓઓ 35થી 40 સ્થળો પર દરોડા પાડ્યા છે. જેમાં અમદાવાદ શહેરના ઈસ્કોન ચાર રસ્તા પર આવેલી કોર્પોરેટ ઓફિસમાં પણ દરોડા પડ્યા છે. તો બીજી તરફ હિંમતનગરમાં આવેલી ફેક્ટરી પર પણ દરોડા પડ્યા છે. એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડના અમદાવાદમાં વસવાટ કરતા તમામ ભાગીદારો પર પણ ઈન્કમટેક્ષની રેડ પડી છે. આવકવેરા વિભાગના દરોડાની સાથે સાથે કંપનીના વડોદરા, હિંમતનગર ખાતેના ઘર અને ફેક્ટરી સહિતના સ્થળોએ પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ સાથે જ રાજ્યના કુલ 35થી 40 સ્થળોએ આવકવેરા વિભાગના કર્મચારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આવકવેરા વિભાગે પોલીસના મોટા કાફલા સાથે મળીને આ મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આવકવેરા વિભાગના 200 અધિકારીઓ આ તપાસમાં જોડાયા છે. કમલેશ પટેલની માલિકીની શેર માર્કેટમાં લિસ્ટેડ એવી એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિ. દેશની સૌથી મોટી ટાઈલ્સ અને બાથવેર સોલ્યુશન ઉત્પાદક કંપનીઓ પૈકીની એક છે. કંપનીના તમામ ભાગીદારોના ત્યાં તથા મોરબી ખાતેના જોઈન્ટ વેન્ચરમાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
તે સિવાય એક રિયલ એસ્ટેટ ફર્મ ખાતે તથા રાજકારણી સાથે નિકટતા ધરાવતી એક મહિલાના ઘરે દરોડો પાડવામાં આવ્યો છે. આ દરોડા દરમિયાન કરચોરીનો મોટો આંકડો સામે આવે તેવી શક્યતા જણાઈ રહી છે.

- અમદાવાદમાં ઇન્કમટેક્સનું મેગા ઓપરેશન
- લાંબા સમય બાદ અમદાવાદમાં ફરી બોલાવ્યો સપાટો
- જાણીતા એશિયન ગ્રેનિટો ઇન્ડિયા લી. પર ITની તવાઇ
- ગુજરાતના જાણીતા ટાઇલ્સ ઉત્પાદક પર ITના દરોડા
- એકસાથે 35થી 40 જગ્યાએ IT ત્રાટક્યું
- અમદાવાદના ઇસ્કોન ચોક પર આવેલી કોર્પોરેટ ઓફિસ પર તપાસ
- હિંમતનગરની ફેક્ટરી પર પણ દરોડા
- અમદાવાદમાં રહેતા તમામ ભાગીદારોને ત્યાં ITની ટુકડી પહોંચી‘
ITના 200 અધિકારીઓ તપાસમાં જોડાયા
- કમલેશ પટેલ, કાળીદાસ પટેલને ત્યાં ટુકડી પહોંચી
- સુરેશ પટેલ અને મુકેશ પટેલને ત્યાં પણ ચાલી રહી છે તપાસ
- ગુજરાત બહાર પણ ITની તપાસ લંબાઇ
- મોરબીમાં રહેલા જોઇન્ટ વેન્ચરને ત્યાં પણ પહોંચી તપાસ
- પોલીસના મોટા કાફલા સાથે ITનું ઓપરેશન
- ITના 200 અધિકારીઓ તપાસમાં જોડાયા
- તપાસના અંતે મોટાપાયે દલ્લો મળે તેવી સંભાવના

કમલેશ પટેલ, કાળીદાસ પટેલ, સુરેશ પટેલ અને મુકેશ પટેલને ત્યાં પણ તપાસ ચાલી રહી છે. રાજ્ય બહાર પણ ITના દરોડા પડ્યા છે. મોરબીમાં જોઈન્ટ વેન્ચર ગ્રુપ પણ આ સપાટામાં આવી ગયું છે. ઉલ્લેખનીય છે કે આ દરોડામાં 200 અધિકારીઓ શામેલ છે. તો બીજી તરફ પોલીસના મોટા કાફલા સાથે ITનું મેગા ઓપરેશન ચાલી રહ્યું છે. મળતા અહેવાલ પ્રમાણે તપાસના અંતે મોટા પ્રમાણમાં બે નામી હિસાબો સામે આવે તેવી શક્યતાઓપણ સેવાઈ રહી છે.
ટીમે અમદાવાદ, મોરબી, હિંમતનગર અને ગુજરાત બહાર પણ તપાસ ચલાવી છે.. મોરબીના પીપળી રોડ અને માળીયા હાઇવે ઉપર આવેલા સિરામિક કારખાનામાં પણ દરોડા પાડયા..મોરબીના રવાપર રોડ ઉપર સિરામિક કારખાનાના ભાગીદારના રહેણાંક મકાને આઇટી વિભાગની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું.. મોરબીમાં પણ સર્ચ ઓપરેશન તેમજ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો. મોરબીના પણ જુદાજુદા કારખાનાઓમાં ભાગીદારી હોવાથી ત્યાં પણ સર્ચ ઓપરેશન અને ભાગીદારોના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરાયુ. મોરબીના સુભાષનગરમાં રહેતા એક ભાગીદારના ઘરે પણ આઇટીની ટિમ સર્ચ ઓપરેશન ચલાવી રહી હોવાનુ સુત્રો કહી રહ્યા છે..
READ ALSO
- પહેલવાનોના સમર્થનમાં રસ્તા પર ઉતર્યા CM મમતા બેનર્જી, યુથ કોંગ્રેસે સચિન તેંદુલકરના ઘરની બહાર લગાવ્યા પોસ્ટર
- શરીર પરના તલને આધારે ભવિષ્યકથન, ગોળ દેખાતા તલ શુભ અને ભાગ્યવૃદ્ધિ કરનારા મનાય
- જો તમારો જન્મ ડિસેમ્બરમાં થયો હોય તો જાણો તમારા વ્યક્તિત્વનું રહસ્ય
- લેખક-ફોટોગ્રાફર વિવેક દેસાઈને નિબંધસંગ્રહ ‘બનારસ ડાયરી’ માટે નર્મદ સુવર્ણ ચંદ્રક જાહેર
- કઈ રાશિના લોકોએ હાથ-પગમાં કાળો દોરો ન બાંધવો જોઈએ