GSTV

હોટ સીટ ભોપાલમાં હિન્દુત્વનો એજન્ડા, રાષ્ટ્રવાદનો નારો અને અંગત ખુન્નસની જંગ

Lok Sabha bhopal

લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં ભોપાલ સૌથી હોટ સીટ માનવામાં આવે છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજયસિંહ ભોપાલ બેઠક પરથી ચૂંટણી મેદાનમાં છે. ત્યારે દિગ્વિજયસિંહે પણ સાધુ સંતોનો સહારો લઈને પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું છે.

દિગ્વિજયસિંહે આજે ભોપાલમાં કોમ્પ્યુટર  બાબા સહિતના સાધુઓને સાથે લઈ રોડ શો યોજ્યો છે. એક રિપોર્ટ મુજબ  દિગ્વિજયસિંહના પક્ષમાં ત્રણ હજારથી વધુ સાધુ સંતો ભોપાલમાં એકઠા થયા છે. હિંદુત્વવાદના જે પ્રતીક પર દિગ્વિયસિંહ વિરુદ્ધ ભાજપે સાધવી પ્રજ્ઞાને મેદાનમાં ઉત્યાર્યા છે. તેના કેન્દ્રમાં સ્થિત રામ મંદિર મુદ્દે સાધુ સમાજ ભાજપ વિરુદ્ધ થયો છે અને તેનું નેતૃત્વ કોમ્પ્યુટર બાબા કરી રહ્યા છે.

મહત્વનું છે કે કોમ્પ્યુટર બાબાને શિવરાજ સરકારમાં રાજ્યમંત્રીનો દરજ્જો અપાયો હતો. પરંતુ બાદમાં તેમણે તેમના પદ પરથી રાજીનામુ આપી દીધું હતું. મંગળવારે ઘણા સાધુઓએ તેમની જીત માટે ધૂણી ધખાવી હતી અને તે ચર્ચાનો વિષય બન્યો હતો.

મહત્વનું છે કે ભોપાલ લોકસભા બેઠક પર 12મી મેએ મતદાન થવાનું છે. સાધવી પ્રજ્ઞા માલેગાંવ બ્લાસ્ટ મામલામાં આરોપી છે. જોકે તેઓ જામીન પર બહાર છે. કોંગ્રેસના દિગ્વિજયસિંહે હિંદુ આતંકવાદનો આરોપ લગાવીને ભાજપને ઘેરતા રહ્યા છે અને એટલા માટે જ ભાજપે તેમની સામે સાધવી પ્રજ્ઞાને મેદાનમાં ઉતાર્યા છે.

Read Also

Related posts

મહાવિનાશ આવશે/ 10 હજાર કરોડ ટન બરફ પિગળ્યો, 27 જુલાઈએ એટલો ઓગળ્યો કે પાણીથી એક આખુ ઉત્તર પ્રદેશ ડૂબી જાય

Vishvesh Dave

મહામારી/ વિશ્વમાંથી મંદી દૂર કરવા 650 અબજ ડોલરની મદદ કરશે IMF, આ દેશોને સહાય માટે અપાઈ ગઈ લીલીઝંડી

pratik shah

BIG BREAKING: મોલ્ડો વાતચીતથી નિકળ્યો રસ્તો, ભારત-ચીન ગોગરા હાઈટ્સ ક્ષેત્રમાંથી હટાવશે પોતાની આર્મી!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!