GSTV

લગ્ન સંબંધમાં શું કામ જરૂરી છે પતિ-પત્ની વચ્ચે ઉંમરનો તફાવત, જાણો વિગતે…

પહેલાના સમયમાં વડીલો એ વાત પર વધુ ભાર આપતા હતા કેસ લગ્ન માટે પસંદ કરવામાં આવેલ છોકરો–છોકરીની ઉંમરમાં ફર્ક હોવો જરૂરી હોય છે, લગ્ન માટે સંબંધ શોધતા પહેલા આજે પણ એ વાતનું ખૂબ જ ધ્યાન આપવામાં આવે છે કે, છોકરા કરતા હંમેશા છોકરીની ઉંમર 5થી6 વર્ષ નાની છોકરી સાથે જ લગ્ન નક્કી કરવામાં આવે છે. સામાન્ય રીતે તો, આ પ્રકારની વાતો સરળતાથી સમજમાં તો નથી આવતી, પરંતુ આ બધા પાછળ પણ કંઈક ખાસ કારણો પણ રહેલા છે. તો ચાલો જાણીએ આ પ્રકારની વાતોનું કારણ શું છે…

મહિલાઓમાં થતાં હોર્મોનલ ચેન્જ

ખરેખર તો, સમયની સાથે મહિલાઓમાં હોર્મોન્સ ચેન્જના કારણે પુરૂષોની સરખામણીમાં જલ્દી સ્ત્રીઓની ઉંમર દેખાવા લાગે છે. પત્નીની ઉંમર પોતાના પતિથી વધારે ન દેખાય તે માટે પરિવારના લોકો પહેલા જ છોકરાની ઉંમર પ્રમાણે છોકરાની ઉંમર 5થી6 વર્ષ નાની છોકરી સાથે જ લગ્ન નક્કી કરે છે. છોકરીઓની ક્ષમતા છોકરાઓના પ્રમાણમાં જલ્દી ઓછી થવા લાગે છે. તેવામાં પરિવારવાળા ઈચ્છે છે કે, દુલ્હનની ઉંમર ઓછી હોવાથી તે વધારે દિવસો સુધી પરિશ્રમ કરી શકે છે.

વિચારોમા વધારે ફરક

લોકોનું માનવું છે કે, છોકરીઓ છોકરાઓના પ્રમાણે વધારે મેચ્યોર હોય છે. તેવામાં જો બંને એક ઉંમરના હશે તો, તેમના વિચાર ક્યારેય પણ એકબીજા સાથે નહી મળે, જે કારણે તેમની વચ્ચે ઝગડા થવાની સંભાવના વધારે વધી જાય છે. છોકરા-છોકરીની ઉંમર એક હોવાથી બંનેના વિચારોમાં વધારે ફરક નથી રહેતો. તેવામાં શાંતિની સાથે ગૃહસ્થી ચલાવવી સરળ નથી. તેથી જ જરૂરી છે કે, બંનેની ઉંમરમાં એક અંતર હોવું જરૂરી છે.

ઘર અને બહારના કામકાજ

જો છોકરો છોકરીથી ઉંમરમા મોટો હશે તો, તે છોકરો ઘર-ગૃહસ્થીના નાના-નાના કામમાં સારી રીતે મદદ કરી શકશે. બીજી તરફ જો બંને એક જ ઉંમરના હશે તો, અનુભવોના અભાવના કારણે બંને લોકોના જીવનમાં ખૂબ જ પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. ઘર અને બહારના કામકાજને સાચી રીતે કરવા માટે ઉંમરમાં ફરક હોવો ખૂબ જ જરૂરી છે. આ પરિસ્થિતીમાં કોઈપણ કાને ખૂબ જ સરળતાથી કરી શકાય છે અને બંને વચ્ચે કોઈપણ પ્રકરની સમસ્યા પણ રહેતી નથી.

છોકરીઓ વધારે ભાવુક હોય છે

છોકરાઓની સરખામણીમાં છોકરીઓ વધારે પ્રમાણમાં ભાવુક હોય છે. આ પરિસ્થિતીમાં માતા-પિતા હંમેશા કોશઇશ કરે છે કે, તેમની દીકરીનો હમસફર હંમેશા તેને ભાવનાત્મક રૂપથી સહારો આપી શકે. આ સમયમાં છોકરા અને છોકરીની ઉંમર વચ્ચે વધારે ધ્યાન આપવામાં આવે છે.

READ ALSO

Related posts

જ્યોતિષ / ગુરુ અને શનિનું એકીસાથે એક જ રાશિમાં આગમન બનાવી દેશે આ રાશિજાતકોને માલામાલ, જાણો તમારી રાશિ છે કે નહિ…?

Zainul Ansari

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

Health / દૂધ નહિ પણ આ વસ્તુ છે કેલ્શિયમનો ભંડાર, આજે જ ઉમેરો ભોજનમાં અને મેળવો આશ્ચર્યજનક ફાયદા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!