બોલિવૂડ અત્યારે એક નવો મોડ લઈ રહ્યું છે. જયાં બોલિવૂડના ટોપના સ્ટાર્સની સાથે સાથે તેઓના બાળકો પણ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરી રહ્યા છે. આ વર્ષે બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહેલા સ્ટારકિડ્સમાં શાહરુખ ખાન અને ગૌરી ખાનની દીકરી સુહાના ખાન તથા અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનના ભાણેજ અગસ્ત્ય નંદાનું નામ સામેલ છે. અગત્સ્ય નંદા અને સુહાના ખાન ઝોયા અખ્તરની નેટફ્લિકસ રીલિઝ “ધ આર્ચીઝ”થી ડેબ્યૂ કરશે. આ બંને વિશે એમ કહેવામાં આવી રહ્યું છે કે તેઓ કો-સ્ટાર્સથી વધારે છે અને એકબીજા સાથે રિલેશનશિપમાં છે.
ડેટિંગના સમાચારો વચ્ચે અગસ્ત્ય નંદાએ શાહરુખની દીકરી સુહાનાના જાહેરમાં ફલાઈંગ કિસ કરી હોય તેવો વીડિયો વાયરલ થયો છે.પાર્ટી બાદ અગસ્ત્ય નંદા સુહાનાને કાર સુધી મુકવા આવ્યો હતો. ત્યારે તેણે સુહાનાને ડ્રોપ કરતી વખતે એક ફ્લાઇંગ કિસ આપી હતી, સુહાના પોતાની કારમાં બેસતી વખતે અગસ્ત્ય નંદાને વેવ કરે છે, જે વીડિયોમાં વાયરલ થઇ છે. તેને પગલે બંને વચ્ચે અફેરની અટકળોને વધારે વેગ મળ્યો છે.
આથિયા શેટ્ટીના ભાઇ અહાન શેટ્ટીએ તેની ગર્લફ્રેન્ડ તાનિયા શ્રોફની જન્મદિવસની પાર્ટી રાખી હતી. જેમાં મોટાભાગના સ્ટારકિડ્સ જોવા મળ્યા હતા. શાહરૂખ નો પુત્ર આર્યન અને સુહાના ખાન, અમિતાભના દોહીત્રો અગસ્ત્ય નંદા, ર્જુન રામપાલની પુત્રી, વરુણ ધનવી ભત્રીજીથી લઇ સંજય કપૂરની પુત્રી શનાયા કપૂરે પણ આ પાર્ટીમાં હાજરી આપી હતી.
ઝોયા અખ્તરની ‘આર્ચિઝ’ ફિલ્મથી સાથે ડેબ્યૂ કરનારા આ સ્ટારકિડ્ઝ શૂટિંગ દરમિયાન એકબીજાની નજીક આવ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
READ ALSO
- દાહોદમાં લૂંટના ઈરાદે હત્યા : ઝાલોદમાં બાઈકસવાર દંપતી પર લૂંટારૂઓએ હુમલો કરતા મહિલાનું મોત, પોલીસે તપાસ હાથ ધરી
- કેરળમાં હજી ચોમાસું પહોંચ્યું નથી, હવામાન વિભાગે કહ્યું- 3-4 દિવસનો થઈ શકે છે વિલંબ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ મમતાએ મૃત્યુના આંકડા પર ઉઠાવ્યા સવાલ, રાહુલે માંગ્યું રેલવે મંત્રીનું રાજીનામું
- મહારાષ્ટ્ર : ચંદ્રપુરના કાનપા ગામ પાસે ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના મોત
- 5 જૂન સોમવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયાં