GSTV

કાળી મજૂરી કરી મીઠું પકવતા અગરિયાઓની વેદના, આવું શોષણ તો અંગ્રેજોના સમયમાં પણ નહોતું થતું

મોરબીના હળવદ ધાંગધ્રા તાલુકાના રણકાંઠા વિસ્તારમાં મીઠું પકવતા અગરીયાઓનું DCW દ્રારા શોષણ કરવામાં આવતા હળવદ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું. DCW ના અધિકારીઓએ અગરિયાઓને રણમાં મીઠાના પાટા ન કરવા જણાવ્યું હતુ. અગરિયાઓએ કહ્યું હતું કે હાલમાં મીઠું પ્રતિ ટન 330 થી 350 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. જ્યારે ડીસીડબ્લયુ મીઠું પકવતા અગરીયાઓ પાસેથી પ્રતિ ટન 145 રૂપિયે ખરીદવા માંગ છે.

તેઓએ વધુમાં કહ્યું હતુ કે આવું શોષણ તો અંગ્રેજોના સમયમાં પણ કરવામાં આવતું નહોતું. જો ડીસીડબ્લ્યુ મીઠાની ખરીદી કરવા માગતુ હોય તો બજાર ભાવથી ખરીદે. જો આગામી ૨૦ દિવસમાં યોગ્ય નિર્ણય કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલનની ચીમકી આપી હતી.

READ ALSO

Related posts

અમદાવાદમા દર વર્ષે યોજાતા ફ્લાવર શોના આયોજન અંગે પ્રશ્નાર્થ, કોરોનાકાળમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું મુશ્કેલ

Nilesh Jethva

છેલ્લા 12 વર્ષથી અમદાવાદમાં યોજાતો કાંકરિયા કાર્નિવલ કોરોનાને કારણે કરાયો રદ

Nilesh Jethva

અમદાવાદમાં તંત્રની કોરોના સામેની કામગીરીથી ભાજપના જ કોર્પોરેટરો નારાજ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!