260 કરોડના કૌભાંડમાં વધુ એક વીડિયો ક્લિપ આવી સામે, જાણો શું કરી વાતચીત

વિનય શાહના 260 કરોડના કૌભાંડમાં વધુ વધુ 7 ઓડિયો કલીપ વાયરલ થઈ છે. પ્રથમ વખત ભાર્ગવી શાહ અને સ્વપ્નિલ રાજપૂતની કથિત ઓડિયો કલીપ સામે આવી છે. આ ઓડિયો ક્લિપમાં સમગ્ર પ્રકરણની પતાવટ કરવાનો ઉલ્લેખ કરાયો છે. જો કે જીએસટીવી આ ઓડિયો ક્લિપની સચ્ચાઈની પુષ્ટી નથી કરતું. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી ઓડિયો ક્લિપ દર્શાવી રહ્યું છે.

મહત્વનું છે કે  ગુજરાતમાં એક પછી એક ઠગાઇના કિસ્સા સામે આવી રહ્યા છે. વિનય શાહના કરોડોના કૌભાંડ બાદ કિમ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નામે વધુ એક કૌભાંડ બહાર આવ્યું છે. વાડજ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ દાખલ થઇ છે.  રોકાણ પર લલચામણુ વળતર આપવાનું કહી લોકો સાથે છેતરપીંડી આચરાઇ હોવાનો આરોપ મૂકાયો છે. 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter