GSTV
Home » News » લોકરક્ષક દળની પરીક્ષાની નવી તારીખ આવી સામે, જુઓ ક્યારે લેવાશે?

લોકરક્ષક દળની પરીક્ષાની નવી તારીખ આવી સામે, જુઓ ક્યારે લેવાશે?

લોક રક્ષક દળની પરીક્ષામાં પેપર લીક થયા બાદ સમગ્ર આયોજન રદ કરાયું હતું. ગત રવિવારે આ ઘટના સામે આવી હતી. જે બાદ 8 જેટલા આરોપીઓની ધરપકડ કરી લેવાઈ છે. તો તપાસ અધિકારીએ આ સમગ્ર કૌભાંડની દિલ્હી લિંક હોવાનો ખુલાસો કર્યો છે. ત્યારે 9 લાખ જેટલા ઉમેદવારો માટે ગત રવિવારનો દિવસ માઠો અને માથે પડ્યો હતો. ત્યારે આ પરીક્ષા ફરીથી ક્યારે યોજાશે તેને લઈને અસમંજસ ચાલી રહી છે.

તો સૂત્રો મૂજબ 6 જાન્યુઆરીના દિવસે ફરી એક વખત LRD પરીક્ષાનું આયોજન કરવામાં આવે તેવા સમાચારો સામે આવી રહ્યા છે. જો કે આ અંગે ઓથોરીટી દ્વારા કોઈ જાહેરાત કરી નથી. પરંતુ મીડિયાના સૂત્રો મૂજબ 6 જાન્યુઆરીના દિવસે ફરી એક વખત પરીક્ષા યોજાઈ શકે છે. તો પહેલી પરીક્ષામાં 9 લાખ જેટલા ઉમેદવારોએ ભાગ લીધો હતો. ત્યારે તેમના માટે ફરી યોજાનારી પરીક્ષાની તારીખને લઈને આતૂરતા જોવા મળી રહી છે. સાથે આ વખતે કોઈ મુશ્કેલી ઉભી ન થાઈ તે પણ આશા રાખી રહ્યા છે.

Related posts

નિલકંઠવર્ણી વિવાદ મુદ્દે આજે મોરારિ બાપુએ આપી આ પ્રતિક્રિયા

Nilesh Jethva

ચંદ્રયાન-2નું ઓર્બિટર ચંદ્રની ડાર્ક સાઈડના ભાગની તસવીરો મોકલશે, ઓર્બિટરનું કાર્ય થયું શરૂ

GSTV Desk

મહારાષ્ટ્ર ચૂંટણી: સીટોની વહેંચણી મુદ્દે અવઢવ, શું ભાજપનો નિર્ણય શિવસેના માન્ય રાખશે?

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!