GSTV
Home » News » NDAની સહયોગી પાર્ટી વચ્ચે ફરીથી સામે આવ્યા મતભેદ , આ કારણે રાજકારણમાં આવ્યો ગરમાવો

NDAની સહયોગી પાર્ટી વચ્ચે ફરીથી સામે આવ્યા મતભેદ , આ કારણે રાજકારણમાં આવ્યો ગરમાવો

બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારે ભલે ભાજપ સાથે નારાજગીના અહેવાલનું ખંડન કર્યુ હોય. પરંતુ બન્ને પાર્ટી વચ્ચે મતભેદ ફરીવાર સામે આવ્યા છે. ભાજપે લોકસભાની ચૂંટણીમાં આર્ટિકલ ૩૭૦ હટાવવાનો વાયદો કર્યો હતો. ત્યારે આ મામલે જેડીયુ નેતા કેસી ત્યાગીએ જણાવ્યુ કે, અમે જયપ્રકાશ નારાયણના વંશજ છીએ.

જેથી આર્ટિકલ ૩૭૦ અંગે જેડીયુ સમજૂતિ ન કરી શકે. કેસી ત્યાગીએ આ પ્રકારનું નિવેદન ત્યારે આપ્યુ જ્યારે જેડીયુએ બિહાર બહાર એનડીએ સાથે ગઠબંધન તોડ્યુ છે. રવિવારે પટનામાં જેડીયુની રાષ્ટ્રીય કાર્યકારણી બાદ કેસી ત્યાગીએ જણાવ્યુ હતુ કે, જેડીયુ માત્ર બિહારમાં એનડીએ સાથે રહેશે..અને બિહાર બહાર જેડીયુ એનડીએનો ભાગ નહીં રહે..

જેડીયુના જણાવ્યા પ્રમાણે પાર્ટી જમ્મુ કાશ્મીર, હરિયાણા અને દિલ્હીમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણી એકલા હાથે લડશે.. મોદી સરકાર કેબિનેટમાં જેડીયુને સાંકેતિક તરીકે સામેલ કરવા માગતી હતી. જોકે, નીતિશ કુમારે મોદી કેબિનેટમાં સામેલ થવાનો ઇનકાર કર્યો હતો.

READ ALSO

Related posts

આ છે ચમત્કારી પથ્થર, મહિલાના ગર્ભમાં દીકરો છે દીકરી જાણવા લાગે છે લાઈનો

Mansi Patel

પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહેમૂદ કુરૈશીએ મનમોહનસિંહને લઈને કર્યો આ દાવો

Nilesh Jethva

છેલ્લા 12 વર્ષથી આ એક શખ્સ માટે કરવા ચોથનું વ્રત કરે છે ત્રણ સગી બહેનો, કારણ જાણીને નવાઇ લાગશે

Bansari
Do NOT follow this link or you will be banned from the site!