GSTV
Auto & Tech Life Trending

JIO અને Vodafone સામે આ કંપનીએ તૈયાર કર્યો માસ્ટરપ્લાન, મળશે આ તમામ સુવિધાઓ

બીએસએનએલ અને એમટીએનએલના કાયાકલ્પ માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. બંને ટેલિકોમ કંપનીઓના પુનરુત્થાન માટે 69,000 કરોડ રૂપિયાની યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. યોજનાના અમલીકરણ અને દેખરેખ માટે સાત સભ્યોના મંત્રીમંડળની રચના કરવામાં આવી છે. સૂત્રોએ આ અંગે માહિતી આપી હતી. હવે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ સરકારી કંપની રિલાયન્સ જિયો, વોડા આઈડિયા અને એરટેલ જેવી કંપનીઓ સામે પણ સ્પર્ધા કરશે.

સત્તાવાર સુત્રો અનુસાર, ભારત સંચાર નિગમ લિમિટેડ અને મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડને ઉગારવા માટે હાલમાં જ કરેલ નિર્ણયો પર સરળતા અને તેજી સાથે અમલ કરવા માટે ઉચ્ચસ્તરીય સમૂહનું ગઠન કરવામાં આવ્યું છે. આ નિર્ણયોમાં 4જી સ્પેક્ટ્રમની ફાળવણી તથા સંપત્તિઓનું વેચાણ વગેરે સામેલ છે. સુત્રો અનુસાર, મંત્રી સમૂહમાં રક્ષા મંત્રી રાજનાથ સિહં, દૂરસંચાર મંત્રી રવિશંકર પ્રસાદ, ગૃહ મંત્રી અમિત શાહ, વિત્ત મંત્રી નિર્મલા સીતારમણ, વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ અને પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સામેલ છે. તેમણે કહ્યું કે, રિવાઇવલ પેકેજમાં બિઝનેસ પોષકક્ષમતા, વર્કફોર્સ, બોન્ડ ઇશ્યૂ, સંપત્તિનું વેચાણ અને 4 જી ફાળવણી વગેરે જેવા મહત્વપૂર્ણ પગલાં શામેલ છે.

મંત્રીઓનું જૂથ આ યોજનાઓ પર નજર રાખશે અને અમલને ઝડપી બનાવશે. સરકારે BSNL-MTNLના પુનરુત્થાન માટે આ વર્ષે ઓક્ટોબરમાં 69 હજાર કરોડ રૂપિયાની યોજનાને મંજૂરી આપી દીધી છે. યોજનામાં બંનેના વિલય કરવા, સંપત્તિઓનું વેચાણ કરવું અને VRS જેવાં પગલાંઓની ઘોષણા કરવામાં આવી છે. વડા પ્રધાનની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં આ યોજનાને મંજૂરી આપવામાં આવી હતી.

એમટીએનએલ દિલ્હી અને મુંબઇમાં સેવાઓ પૂરી પાડે છે, જ્યારે બીએસએનએલ આ બંને શહેરોને બાદ કરતાં દેશભરમાં સંદેશાવ્યવહાર સેવાઓ પૂરી પાડે છે. પુનરુત્થાન યોજના હેઠળ, બંને કંપનીઓના લગભગ 92,700 કર્મચારીઓએ તેના માટે કર્મચારીઓની વીઆરએસ યોજના હેઠળ અરજી કરી છે. આનાથી કંપનીઓના પગાર બિલમાં વાર્ષિક રૂ. 8,800 કરોડની બચત થશે. આ કંપનીઓ આગામી ત્રણ વર્ષમાં તેમની સંપત્તિના વેચાણથી રૂપિયા 37,500 કરોડ મેળવવાની યોજના બનાવી રહી છે. બંને કંપનીઓને છેલ્લા આઠ-નવ વર્ષથી નુકસાન થઈ રહ્યું છે.

READ ALSO

Related posts

Mumbai : ટ્રોલી બેગમાંથી મળ્યું 50 કરોડનું હેરોઈન, ઈથોપિયાથી આવી રહેલા મહિલા અને પુરુષ એરપોર્ટ પર ઝડપાયા

GSTV Web Desk

બોલિવૂડ / અજય દેવગણની દ્રશ્યમ ટુનો બોક્સ ઓફિસ પર ધમાલ યથાવત, નવમાં દિવસે કલેક્શનમાં મોટો ઉછાળો

Hardik Hingu

વેડિંગ લોન / લગ્ન માટે પણ મળી શકે છે લોન, હોવા જોઈએ આ જરૂરી દસ્તાવેજ

Akib Chhipa
GSTV