GSTV

શરજીલના સમર્થનમાં નારેબાજી કરનારા કુલ 51 લોકો વિરૂદ્ધ દેશદ્રોહનો કેસ દાખલ

Last Updated on February 4, 2020 by Arohi

મહારાષ્ટ્રની રાજધાની મુંબઇમાં જેએનયુના સ્કોલર શર્જીલ ઇમામના સમર્થનમાં નારેબાજી કરનારા લોકો સામે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. આઝાદ મેદાન પોલીસે શર્જીલના સમર્થનમાં નારેબાજી કરનારા કુલ 51 લોકો વિરૂદ્ધ દેશદ્રોહનો કેસ દાખલ કર્યો છે. પોલીસ સભાના આયોજકોની પૂછપરછ કરી આરોપીઓની શોધખોળમાં લાગી ગઇ છે.

મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા અનુસાર આરોપીઓમાં ઉર્વશી ચુડાવાલાનો પણ સમાવેશ થાય છે. ઉર્વશી ટાટા ઇન્સ્ટિટ્યુટ ઓફ સોશિયલ સાયન્સમાં એમએની વિદ્યાર્થિની છે. મુંબઇ પોલીસ ઉર્વશી ચુડાવાલાની સોશિયલ મીડિયા પોસ્ટની પણ ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

શનિવારે મુંબઇના આઝાદ મેદાનમાં મુંબઇ પ્રાઇડ સોલિડેરિટી ગેધરીંગ 2020 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.  જેમાં ઉપસ્થિત કેટલાક લોકોએ શર્જીલ ઇમામના સમર્થનમાં નારા લગાવ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં કેટલાક લોકો હાથમાં પ્લેકાર્ડ અને બેનર લઇને નારેબાજી કરતા નજરે પડી રહ્યા છે.

Read Also

Related posts

Male contraception: વણજોઈતી પ્રેગ્નન્સીમાં કન્ડોમથી કંટાળેલા પુરુષો માટે નવો વિકલ્પ, નવા ગર્ભનિરોધકથી જ સ્પર્મનો થશે કન્ટ્રોલ

Harshad Patel

Tokyo Olympics: 10 વર્ષની ઉંમરથી લીધી ટ્રેનિંગ, પિતા રોજ 40 કિમી દૂર સુધી દૂધ-ફળ આપવા આવતા પિતા, જાણો કોણ છે રવિ દહિયા

Bansari

મોદી કેબિનેટનો નિર્ણય: સમગ્ર શિક્ષણ સ્કીમ 2.0ને મળી મંજૂરી, સરકારી શાળાઓમાં પણ હશે પ્લે સ્કૂલ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!