GSTV
Home » News » ફરી સામે આવી મોબ લિન્ચિંગની ઘટના, કથિત ગૌતસ્કરોને ભીડે બનાવ્યા નિશાન

ફરી સામે આવી મોબ લિન્ચિંગની ઘટના, કથિત ગૌતસ્કરોને ભીડે બનાવ્યા નિશાન

રાજસ્થાનના અલવરમાં ફરી એકવાર મોબ લિન્ચિંગનો મામલો સામે આવ્યો છે. અલવરના ગ્રામીણ વિસ્તારમાં ભીડે કથિત ગૌતસ્કરોને માર માર્યો છે. ભીડ દ્વારા માર મારવાની ઘટનામાં ઘાયલ થયેલા સગીર ખાન નામના શખ્સને અલવરની હોસ્પિટલમાં સારવાર માટે ખસડેવામાં આવ્યો છે. જણાવવામાં આવે છે કે કથિત ગૌતસ્કરોની કારમાં છ ગાયો હતી. આ ગાયોને લઈને તેઓ જઈ રહ્યા હતા.

જિલ્લાના કિશનગઢબાસના બઘેરી ખુર્દમાં ગૌતસ્કરો ઝડપાયા હતા. પોલીસે ગાયોને ગૌશાળામાં મોકલવામાં આવી છે. જ્યારે ભીડની ઝપેટમાં આવનારા ઈજાગ્રસ્તને કિશનગઢબાસ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હતો અને બાદમાં તેને અલવર ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યો છે.

મહત્વપૂર્ણ છે કે અલવરના રામગઢમાં ગૌતસ્કરી અને મોબ લિન્ચિંગની ઘટનાઓ દેશવ્યાપી ચર્ચાનો વિષય બની હતી. રામગઢ મોબ લિન્ચિંગમાં પહલુ અને રકબરખાનને ભીડ દ્વારા માર મારવામાં આવ્યો હતો અને તેમના મોત નીપજ્યા હતા. પોલીસે આવી મોબ લિન્ચિંગની ઘટનાઓ રોકવા માટે 110 જેટલા કથિત ગૌરક્ષકોની યાદી તૈયારી કરી હતી.

અલવર પોલીસે ગૌરક્ષકોનો ફોજદારી ગુનાન અંગેનો રેકોર્ડ ચકાસીને તેના આધારે કાયદો પોતાના હાથમાં લેનારા અને ગુંડાગર્દી કરનારા 25 ગૌરક્ષકોને પોલીસે નામજદ કર્યા હતા. આ નામજદ ગૌરક્ષકોને અદાલતમાંથી પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. જ્યારે એક ડઝન ગૌરક્ષકો સામે કલમ-110 હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. હવે જો આ કથિત ગૌરક્ષકો ફરીથી ગુનામાં સંડોવયેલા હોવાનું સામે આવશે, તો તેમની વિરુદ્ધ ડોઝિયર પણ ખોલવામાં આવશે.

Read Also

Related posts

અમદાવાદ મ્યુ. કમિશનર વિજય નેહરાએ શહેરમાં ફાયર સેફ્ટી મુદ્દે લીધો આ નિર્ણય

Nilesh Jethva

નવસારીના કસ્બામાં થયેલા ગેંગરેપમાં કોથળમાંથી નિકળ્યું બિલાડું, આવી આ વાત સામે

Nilesh Jethva

મોદી સહિત એનડીએ નેતાઓએ રાષ્ટ્રપતિ સાથે કરી મુલાકાત, સરકાર રચવા દાવો રજુ કર્યો

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!