GSTV

ઘોઘા-દહેજ રોપેક્ષ સેવા પરથી આખરે અંધકારના વાદળો થયા દૂર, આ તારીખથી થશે ફરી શરૂ

Last Updated on December 13, 2018 by Arohi

ઘોઘા-દહેજ રોપેક્ષ સેવા પરથી આખરે અંધકારના વાદળો હટ્યા છે અને 15 ડિસેમ્બરથી રો-પેક્ષ સેવા પૂર્વવત થઈ જશે. કેન્દ્રની ટીમના નિરીક્ષણ હેઠળ 4 કલાકની અને બે ક્લાકની ટ્રાયલ ટ્રીપ સફળ રહી હતી. જે બાદ આગામી 15 ડિસેમ્બરથી રો-પેક્ષ સેવા ફરી શરૂ થશે તેવી જાહેરાત થઈ. ઉલ્લેખનિય છે કે, રોપેક્ષ ફેરી સેવા શરૂ થયાના માત્ર ર૬માં દિવસે દહેજથી ઘોઘા આવવા નીકળલા જહાજનું મધદરિયે એન્જીન ફેઈલ થયુ હતુ. જેથી રો-પેક્ષ સેવા અચોક્કસ મુદ્દત માટે બંધ કરી દેવાઈ હતી.

એટલુ જ નહીં પેસેન્જર શિપમાં પણ ટેકિનકલ ક્ષતિ સર્જાતા ગત 26 નવેમ્બરથી બંધ કરી દેવામાં આવ્યું હતું. 700 કરોડ પ્રોજેક્ટ અને 125 કરોડ શિપ પાછળ ખર્ચાયા બાદ પણ રો-પેક્ષ સેવાની સમુદ્રી સફરની ગાડી પાટે ચડતી ન હતી. ગત 9 ડિસેમ્બરથી ઘોઘાથી દહેજ રો રો સેવા હજીરા સુધી લંબાવવાની વાત કરનારી ઈન્ડિગો કંપની હવે 15 ડિસેમ્બરથી માત્ર દહેજ સુધી સેવા શરૂ કરવાની છે. જોકે દૂધનો દાઝેલો છાશ પણ ફૂંકી ફૂંકીને પીવે તેમ હવે ઈન્ડિગો ઉતાવળમાં કોઈ અતિશયોક્તિભરી જાહેરાત કરવા માંગતુ નથી.

Read Also 

Related posts

કિસ્મત/ લોટરીની ટિકિટે એક પેન્ટરને બનાવી દીધો કરોડપતિ, જીત્યું 12,00,00,000નું ઇનામ

Damini Patel

સોખડા: હરિપ્રસાદ સ્વામીના ડ્રાઇવર રહી ચૂકેલા પ્રાનેશને મંદિર છોડી દેવાની ધમકી મળી, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ

pratik shah

ભારત સરકારનું મોટુ સાહસ/ હાઈવે પર ઘાયલ લોકોની થશે કૈશલેસ સારવાર, સરકાર ઉઠાવવા જઈ રહી છે મોટુ પગલું, એક રૂપિયો પણ ખર્ચવો નહીં પડે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!