બિહારમાં ભાજપના 5 સાંસદોનું કપાશે પત્તું : નેતાઓમાં ટેન્શન વધ્યું, ભાજપે સ્વીકારી છે હાર

ઘણી મથામણ બાદ NDAમાં રવિવારે સીટોની વહેંચણી થઇ ગઇ. જેમાં ભાજપ અને JDU 17-17 સીટો પરથી ચૂંટણી લડશે જ્યારે LJP 7 સીટો પરથી ચૂંટણી લડશે. ભાજપના આ બંન્ને સહયોગી દળ આ વહેંચણીથી રાજી છે પરંતુ આ વહેંચણી બાદ ભાજપના નેતાઓના ટેન્શનમાં વધારો થયો છે. આ સીટ વહેંચણીના ફોર્મ્યૂલાથી ભાજપના 5 સાંસદો પર લટકતી તલવાર છે એટલે કે, આ ફોર્મ્યૂલા પ્રમાણે પાંચ સાંસદોની ટીકીટ કપાશે તે નક્કી છે. લોકસભા 2014ની ચૂંટણીમાં ભાજપ બિહારમાં ત્રણ સીટો પર ચૂંટણી લડી હતી, જેમાં 22 સીટો પર ભાજપને જીત મળી હતી. જ્યારે આ વખતે લોકસભામાં ભાજપ 17 સીટો પરથી ચૂંટણી લડશે તેથી 5 સાંસદોનું પત્તુ કપાશે તે નક્કી છે. જે કારણે બિહાર ભાજપના નેતાઓના ટેન્શનમાં વધારો થયો છે.

પાંચ રાજ્યોમાં હાલમાં જ સમાપ્ત થયેલી વિધાનસભાની ચૂંટણી બાદ હવે રાજકીય પાર્ટીઓ દ્વારા ૨૦૧૯ની લોકસભા ચૂંટણીની કવાયત હાથ ધરાઈ રહી છે. વિપક્ષી પાર્ટી કોંગ્રેસ દ્વારા બિહાર અને મહારાષ્ટ્રમાં પોતાના ગઠબંધનની ફોર્મુલા તૈયાર કરવામાં આવી છે, ત્યારે હવે કેન્દ્રમાં સત્તાધારી પક્ષ ભાજપે પણ બિહારમાં લોકસભાની સીટોની વહેચણી કરાઈ છે.ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે બિહારની ૪૦ લોકસભા સીટ અંગે કહ્યું, “ભાજપ અને JDU ૧૭-૧૭ બેઠકો પર ચુંટણી લડશે, જયારે લોક જનશક્તિ પાર્ટીને ૬ સીટ આપવામાં આવશે”.

આ ઉપરાંત LJPના અધ્યક્ષ રામવિલાસ પાસવાનને NDAના ઉમેદવારના રૂપમાં રાજ્યસભામાં મોકલવામાં આવશે. બિહારમાં બેઠકનો વહેચણી બાદ મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું, “૨૦૧૯ની લોકસભાની ચુંટણી મંદિરના નામ પર નહિ, પરંતુ વિકાસના મુદ્દા પર લડવામાં આવશે”.

અત્રે ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને શરદ પવારની પાર્ટી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) સાથેના મહાગઠબંધનની એક ફોર્મુલા તૈયાર કરાઈ છે, જેમાં કુલ ૪૮ લોકસભા બેઠકોમાંથી ૪૦ સીટો પર બંને પાર્ટીઓ દ્વારા ૨૦-૨૦ની ફોર્મુલા તૈયાર કરાઈ છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter