GSTV
Gujarat Government Advertisement

પાયલોટને મનાવવા પ્રિયંકા ગાંધી થયા એક્ટિવ, આ 2 નેતાઓને મનાવવાની સોંપાઈ જવાબદારી

Last Updated on July 16, 2020 by pratik shah

રાજસ્થાનના મુદ્દે એકવાર ફરી પ્રિયંકા ગાંધી વાડ્રા એક્ટિવ થઈ ગયા છે. પ્રિયંકા ગાંધીએ કે સી વેણુગોપાલ, અહેમદ પટેલને સચિન પાયલટ સાથે વાત કરવાનું કહેવામાં આવ્યું છે અને પાર્ટી પરત જોઈન કરવા માટે કહ્યું છે.

બીજી તરફ અશોક ગેહલોત હજુ પણ કડક વલણ અપનાઈ રહ્યા છે. સચિન પાયલટ જૂથના ધારાસભ્યોને ફોન કરવામાં આવી રહ્યા છે અને પરત આવવાનું કહેવામાં આવી રહ્યું છે.

કપિલ સિબ્બલે કર્યું ટ્વીટ

કપિલ સિબ્બલે આ મામલે ટ્વીટ કરી છે તેમણે લખ્યું કે કહેવામાં આવી રહ્યું છે કે છબી ખરાબ કરવા માટે ખોટી અફવા ફેલાવવામાં આવી રહી છે. પછી સચિન પાયલટે કહ્યું કે તે ભાજપ જોઈન કરી રહ્યા નથી.

માનેસરમાં ધારાસભ્યો રજા ગાળી રહ્યા છે : સિબ્બલ

વધુમાં કપિલ સિબ્બલે લખ્યું કે મને લાગે છે કે માનેસરમાં રોકાયેલા ધારાસભ્ય હરિયાણાની ભાજપ સરકારની નજરોમાં રજા મનાવી રહ્યા છે પરંતુ ઘર વાપસીનુ શું? સચિન પાયલટ તરફથી ઈન્ટરવ્યું આપ્યા બાદ કોઈ વધું નિવેદન જારી કરવામાં આવ્યું નથી. તેમની પ્રેસ કૉન્ફરન્સ ક્યારે થશે તે પણ હજુ નક્કી નથી. એવામાં દરેકની નજર છે કે સચિન પાયલટનો આગામી એક્શન શું હશે.

હવે શું થશે?

સુત્રો અનુસાર રાજસ્થાનમાં સચિન પાયલટ જૂથ વિરૂદ્ધ એક્શન વધી શકે છે. પાયલટ જૂથના મહત્વના પાત્રો વિરૂદ્ધ ફરિયાદ થઈ શકે છે. ત્રણ ધારાસભ્યના પરિવાર તરફથી જબરદસ્તી રાખવાની ફરિયાદ કરવામાં આવી શકે છે, જે બાદ પોલીસ એક્શન લેશે. એક તરફ કોંગ્રેસ તરફથી સચિન પાયલટને મનાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ પાયલટ સમર્થક ધારાસભ્ય રામનિવાસે ટ્વીટ કરીને અશોક ગેહલોત પર નિશાન સાધ્યું છે ટ્વીટમાં લખ્યું છે કે તેઓ લડાઈમાંથી પીછે હઠ કરશે નહીં.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

સમગ્ર ગુજરાતમાં મેઘમહેર: ભારે પવન સાથે સરેરાશ 3 ઈંચ જેટલો વરસાદ, ક્યાંક હાલાકી તો ક્યાંક જગતનો તાત ખુશ

Pritesh Mehta

રામ મંદિર નિર્માણમાં ભ્રષ્ટાચાર બાદ ભડક્યાં સાક્ષી મહારાજ, કહ્યું – ‘રસીદ દેખાડો અને ડોનેશન લઇ જાઓ’

Dhruv Brahmbhatt

રાજકારણ/ મોદી ભાજપના કેટલાક મુખ્યમંત્રીઓને રવાના કરશે, કોરોનામાં નિષ્ફળ મુખ્યમંત્રીઓ થશે ઘરભેગા

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!