GSTV
Gujarat Government Advertisement

નિર્ભયા કેસ: હવે દોષી મુકેશ પહોંચ્યો સુપ્રિમ કોર્ટ, દયા અરજી ફગાવવાનીન્યાયિક સમીક્ષાની કરી માંગ

Last Updated on January 26, 2020 by Mansi Patel

પહેલી ફેબુ્રઆરીએ નિર્ભયાના અપરાધીઓને ફાંસીએ લટકાવવા માટે ડેથ વોરંટ જારી થઇ ગયું છે. જોકે જેમ જેમ તારીખ નજીક આવી રહી છે તેમ તેમ આ અપરાધીઓ બચવા માટેના અથવા તારીખ લંબાવવા માટેના વિકલ્પોનો ઉપયોગ કરવા લાગ્યા છે. અગાઉ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ચારમાંથી એક અપરાધી મુકેશ કુમારની દયા અરજીને ફગાવી દીધી હતી.

જોકે આ દયા અરજીને ફગાવવામાં આવી તેને લઇને હવે જ્યૂડિશિયલ રિવ્યૂ માટે પણ આ અપરાધીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.  આ જ્યૂડિશિયલ રિવ્યૂ પિટિશન જાણીતા વકીલ વ્રિંદા ગ્રોવર દ્વારા મુકેશ વતી કરવામાં આવી છે. આર્ટિકલ 32 અંતર્ગત તેને દાખલ કરવામાં આવી છે અને પિટિશનમાં સુપ્રીમ કોર્ટના જ પોતાના શત્રૂઘ્ન ચૌહાણ કેસને પણ ટાંકવામાં આવ્યો હતો.પહેલી ફેબુ્રઆરીએ સવારે છ કલાકે આ અપરાધીઓને ફાંસીએ લટકાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. મુકેશે સુપ્રીમ કોર્ટમાં અગાઉ ક્યૂરેટિવ પિટિશન દાખલ કરી હતી, જેને નકારી દેવામાં આવતા દયા અરજી કરી હતી જેને પણ રાષ્ટ્રપતિએ સ્વીકારી નહોતી. 

જ્યારે અન્ય બે અપરાધીઓ પવન ગુપ્તા અને વિનય કુમારે હજુસુધી ક્યૂરેટિવ પિટિશન દાખલ નથી કરી. જોકે ક્યૂરેટિવ પિટિશન માટેના જરૂરી ડોક્યુમેન્ટ્સ માટે નીચલી કોર્ટમાં અરજી કરી છે. હાલના સંજોગો જોતા લાગી રહ્યું છે કે પહેલી ફેબુ્રઆરીએ પણ અપરાધીઓને ફાંસી નહીં થઇ શકે.અપરાધીઓ દ્વારા જે પણ અરજીઓ થઇ રહી છે તે કાયદા પ્રમાણે કોઇ પણ અપરાધીને આપવામાં આવેલા અિધકારોનો એક ભાગ છે. બીજી તરફ બે અપરાધીઓએ ક્યૂરેટિવ પિટિશન માટે નીચલી કોર્ટમાં જે અપીલ કરી હતી તેને લઇને શનિવારે સુનાવણી હાથ ધરાઇ હતી. કોર્ટે કહ્યું હતું કે આ મામલે વધુ આદેશ આપવાની જરૂર નથી. 

કોર્ટે સાથે એવી પણ સ્પષ્ટતા કરી દીધી છે કે જો ક્યૂરેટિવ પિટિશન દાખલ કરવા માટે ડોક્યૂમેન્ટ્સની જરૂર હોય તો પણ જેલ અિધકારી પાસે જઇને આ ડોક્યૂમેન્ટ્સની કોપી કરાવી કે ફોટો લઇને પણ તેનો ઉપયોગ કોર્ટમાં કરી શકાય.  બીજી તરફ સરકારી વકીલે દાવો કર્યો હતો કે ડોક્યૂમેન્ટ્સના નામે અપરાધીઓ અને તેના વકીલ ફાંસીની સજાથી બચવા આૃથવા તેમાં વિલંબ થાય તે માટેના પ્રયાસો કરી રહ્યા છે.

અમારી પાસે જે પણ જરૂરી ડોક્યૂમેન્ટ્સ છે તે અહી કોર્ટમાં હાજર છે. કોર્ટ આદેશ આપે એટલે અમે તેને રજુ કરવા તૈયાર છીએ. બાદમાં કોર્ટે કહ્યું હતું કે આ મામલે કોઇ આદેશની જરૂર નથી, વકીલને જોઇએ તે ડોક્યૂમેન્ટ્સની કોપી લઇ શકે છે. વકીલે એવી દલીલ કરી હતી કે અમારે અપરાધીઓના મેડિકલ ડોક્યૂમેન્ટ્સની જરૂર છે જે અમને નથી મળ્યા.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

રાજકારણ / 15 દિવસમાં ત્રીજી વખત શરદ પવારને મળ્યા પ્રશાંત કિશોર, 1 કલાક લાંબી ચાલી બેઠક

Zainul Ansari

સુરતની આ ડેરીએ કર્યો દૂધ અને તેની બનાવતોમાં ભાવ વધારો, કોંગ્રેસે ઉઠાવ્યો વાંધો કર્યું પ્રદર્શન

Pritesh Mehta

ડેલી ડેટા ખતમ થવાની ઝંઝટથી હવે છૂટકારો! Viએ લોન્ચ કર્યો શાનદાર પ્લાન, મન ફાવે તેમ ડેટાનો કરો ઉપયોગ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!