GSTV
Gujarat Government Advertisement

વિધાનસભા ચૂંટણી પહેલા યૂપીનું રાજકારણ ગરમાયું, યોગી પછી અનુપ્રિયા પટેલ અમિત શાહને મળ્યા

Last Updated on June 10, 2021 by Zainul Ansari

યૂપીમાં વિધાનસભા ચૂંટણમી પહેલા રાજકીય ગરમાવો વધી ગયો છે. સરકાર અને સંગઠનમાં ફેરફારની અટકળો વચ્ચે ગુરુવારે રાજ્યના મુખ્યમંત્રી યોગ્ય આદિત્યનાથ દિલ્હી પહોંચ્યા. અહીં તેમણે ગૃહમંત્રી અમિત શાહ સાથે તેમના નિવાસ સ્થાને જઇ મુલાકાત કરી. આ મુલાકાત પછી એનડીએની સહયોગી પાર્ટી અપના દલ (એસ)ની અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ અનુપ્રિયા પટેલ પણ અમિત શાહના નિવાસ સ્થાને પહોંચી.

ઉલ્લેખનીય છે કે અનુપ્રિયા પટેલ પહેલા જ કહી ચુકી છે કે તેની પાર્ટીની યૂપી કેબિનેટમાં વધારે ભાગીદાર બને છે. તેથી તે ઇચ્છે છે કે યૂપી કેબિનેટ વિસ્તાર જલદી થાય અને તેના બે લોકોને મંત્રી બનાવવામાં આવે. વર્તમાનમાં યૂપી કેબિનેટમાં તેમની પાર્ટીના એક રાજ્યમંત્રી છે. તેમનું નામ જયકિશન જૈકી છે, જે જેલ રાજ્યમંત્રી છે.

આવતા વર્ષે રાજ્યમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઇ ભાજપની તૈયારીએ જોર પકડ્યો છે. થોડા દિવસ પહેલા જ ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી (સંગઠન) બીએલ સંતોષ અને પાર્ટીના પ્રદેશ પ્રભારી રાધામોહન સિંહે લખનઉમાં બેઠક યોજી હતી અને આવતા વર્ષે યોજાનારી ચૂંટણી માટે પાર્ટીની તૈયારીઓની સમીક્ષા કરી હતી.

ગઇકાલે જિતિન પ્રસાદ ભાજપમાં સામેલ થયા હતા

કોંગ્રેસની ટીમમાંથી વધુ એક યુવાન નેતા ભાજપમાં જતાં રહ્યા છે. પૂર્વ કેન્દ્રીય રાજ્ય મંત્રી જિતિન પ્રસાદ આજે ભાજપમાં જોડાઈ ગયા છે. કહેવાય છે કે, કોંગ્રેસના મોટા બ્રાહ્મણ ચહેરામાં જિતિન પ્રસાદ છેલ્લા કેટલાય સમયથી પાર્ટીથી નારાજ હતાં.

જિતિન

ગત વર્ષે ઓગસ્ટમાં જ્યારે કોંગ્રેસના 23 નેતાઓએ પાર્ટી નેતૃત્વને લઈને સોનિયા ગાંધીને ચિઠ્ઠી લખી તો યુપી કોંગ્રેસના લખીમપુર ખીરી યુનિટના જિતિન પ્રસાદને હટાવવાનો પ્રસ્તાવ પાસ કરીને દિલ્હી મોકલ્યો. માનવામાં આવી રહ્યુ છે કે, હાઈકમાન્ડ અને જિતિન પ્રસાદ વચ્ચે પછી તો છેલ્લે સુધી સમુસુતરૂ પાર ન પડ્યું. જિતિન પ્રસાદ પર કરવામાં આવેલી આ કાર્યવાહીથી કપિલ સિબ્બલ પણ થોડા ઘણા નારાજ થઈ ગયા હતા.

Read Also

Gujarat Government Advertisement

Related posts

સરકારની ચેતવણી/ મુસાફરી ટાળો અને સતત માસ્ક પહેરી રાખો, કોરોનાનો આ વેરિએન્ટ વધુ ખતરનાક બન્યો

Pritesh Mehta

Google એ શરૂ કરી ફોટોઝ Hide કરવાની સુવિધા, બસ અપનાવો આ ટેક્નિક ને છુપાવો પર્સનલ વીડિયો

Dhruv Brahmbhatt

પ્લેટફોર્મ ટિકિટ દ્વારા પણ થઈ શકે છે ટ્રેન મુસાફરી , જાણો ભારતીય રેલ્વેના આ જરૂરી નિયમો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!