GSTV
Ahmedabad Sports Trending Videos Viral Videos ગુજરાત

નેશનલ ગેમ્સમાં ગોલ્ડ જીત્યા બાદ મીરાબાઈ ચાનુ ફેન્સ સાથે ગરબે રમ્યા, જુઓ VIDEO

રાજ્યમાં ઉત્સાહભેર નવરાત્રીની ઉજવણી ચાલી રહી છે ત્યારે, વડાપ્રધાન મોદીએ પોતાના 2 દિવસના પ્રવાસ દરમિયાન અમદાવાદ ખાતે વિશ્વના સૌથી મોટા મોદી સ્ટેડિયમમાંથી 36મા નેશનલ ગેમ્સનો રંગારંગ આરંભ કરાવ્યો હતો, જેમાં નેશનલ ગેમ્સમાં વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુએ શાનદાર શરૂઆત કરી છે. મીરાબાઈએ નેશનલ ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો છે. તેઓ મણિપુરનું નેતૃત્વ કરી રહ્યા છે. ત્યારે હવે નેશનલ ગેમ્સમાં ગોલ્ડ જીત્યા બાદ મીરાબાઈ ચાનુએ ફેન્સ સાથે ગરબા રમી નવરાત્રીની ઉજવણી કરી હતી, જેનો વીડિયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

નોંધનીય છે કે, મીરાબાઈ ચાનુએ કોમનવેલ્થ ગેમ્સ અને ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ જીતીને દેશનું ગૌરવ વધાર્યું હતું. મીરાબાઈ ચાનુએ કોમનવેલ્થ ગેમ્સ 2022માં ગોલ્ડ મેડલ જીત્યો હતો અને નેશનલ ગેમ્સ 2022માં પણ ગોલ્ડ જીત્યો છે. મીરાબાઈએ 49 કિલોગ્રામ મહિલા વર્ગમાં આ મેડલ જીત્યો હતો. જ્યારે સંજીતા ચાનુએ સિલ્વર મેડલ જીત્યો હતો. ઓડિશાની સ્નેહા સોરેને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. મીરાબાઈની વાત કરીએ તો તેણે 107 કિલો વજન ઉઠાવીને ગોલ્ડ જીત્યો હતો.

નોંધનીય છે કે મીરાબાઈએ અનેક અવસર પર દેશ માટે મેડલ જીત્યા છે. તેમણે કોમનવેલ્થ ચેમ્પિયનશિપ 2015માં સિલ્વર મેડલ જીત્યો હતો. આ પછી તેમણે 2017માં ગોલ્ડ કોસ્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. મીરાબાઈએ 2019માં પણ ગોલ્ડ જીત્યો હતો. તાજતેરમાં 2022માં બર્મિંગહામમાં યોજાયેલા કોમનવેલ્થ ગેમ્સમાં પણ ગોલ્ડ જીત્યો હતો.

READ ALSO

Related posts

VIDEO / મહારાષ્ટ્રના રાજ્યપાલ કોશિયારી ફરી વિવાદોમાં, ચપ્પલ પહેરી શહીદોને આપી શ્રદ્ધાંજલિ

Kaushal Pancholi

ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં લોન્ચ થશે ત્રણ શાનદાર સ્માર્ટફોન, શાનદાર કેમેરા સાથે દમદાર ફીચર્સથી સજ્જ હશે

Kaushal Pancholi

સૌરાષ્ટ્ર! વર્ષ 2017ની ચૂંટણીમાં વધુ મતદાનથી કોંગ્રેસને થયો મોટો ફાયદો, જે બેઠક પર ઓછું મતદાન થયું પણ 50 ટકા બેઠકો કોંગ્રેસને ફાળે

pratikshah
GSTV