GSTV

આજે વતનમાં વડાપ્રધાન : માતા હિરાબાના લેશે આશિર્વાદ, ભાજપ દ્વારા મનાવાશે વિજયોત્સવ

સતત બીજીવખત જંગી બહુમતીથી જીત મેળવી એનડીએ સરકાર રચનારા નરેન્દ્ર મોદી આજે વતન ગુજરાતની મુલાકાત આવી રહ્યા છે. ચૂંટણી પરિણામ બાદ નરેન્દ્ર મોદીની આ પ્રથમ મુલાકાત છે. તેઓ 30 તારીખે પીએમ પદના શપથ ગ્રહણ કરે તે પહેલા આજે પોતાના માતા હિરાબાના આશિર્વાદ પણ લેવાના છે. અને તે અગાઉ તેઓ અમદાવાદમાં પાર્ટી કાર્યકરોને સંબોધિત કરશે.

પદાનામિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ પર ભાજપ અધ્યક્ષ અમિત શાહ ભવ્ય સ્વાગત કરશે. જે બાદ નરેન્દ્ર મોદી એરપોર્ટ ખાતે આવેલી સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. ભાજપના નેતાઓ અને કાર્યકરો એરપોર્ટ ઉપર નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરશે. મોદી એરપોર્ટથી ડફનાળા ચારરસ્તા- રીવરફ્રન્ટ થઇને સાંજે 5.30 કલાકે ખાનપુર જે.પી.ચોક ખાતે પહોંચશે.

અહીં ભાજપ દ્વારા ભવ્ય વિજયોત્સવ મનાવાશે. મોદી અને અમિત શાહ અહીં કાર્યકરોને સંબોધશે અને પ્રજાજનોનું અભિવાદન કરશે. પરિણામો બાદ મોદીની આ પ્રથમ જાહેર સભા યોજાઇ રહી છે. ખાનપુરનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મોદી ગાંધીનગર માતા હીરાબાની મુલાકાતે જશે. રવિવારે તેઓ ગાંધીનગર રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે. સોમવારે સવારે દિલ્હી જવા રવાના થશે.

READ ALSO

Related posts

અહેમદ પટેલના નિધન પર પીએમ મોદીએ વ્યક્ત કર્યું દુ:ખ, પુત્ર ફૈઝલ સાથે ફોન પર કરી વાત

pratik shah

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલનું નિધન,પુત્ર ફૈઝલ પટેલે ટ્વીટ કરી આપી જાણકારી

pratik shah

અમદાવાદમા દર વર્ષે યોજાતા ફ્લાવર શોના આયોજન અંગે પ્રશ્નાર્થ, કોરોનાકાળમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું મુશ્કેલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!