GSTV
Home » News » અમિત શાહે કહ્યું: આવો નરેન્દ્રભાઇ દેશનું નેતૃત્વ કરો, સવાસો કરોડ લોકો આતુર છે

અમિત શાહે કહ્યું: આવો નરેન્દ્રભાઇ દેશનું નેતૃત્વ કરો, સવાસો કરોડ લોકો આતુર છે

2019 લોકસભાની ચૂંટણીમાં જ્વલંત વિજય મેળવ્યા પછી કાર્યવાહક વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત ગુજરાત આવી પહોંચ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર રખેવાળ પ્રધાનમંત્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. એરપોર્ટ નજીક સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલી આપી ખાનપુર ખાતે આવી પહોંચ્યા હતાં.

આ તકે ભાજપ પ્રમુખ અમિત શાહે પણ સભા સંબોધી હતી. અમિત શાહે જણાંવ્યું કે, અમિત શાહે ભારત માતા કી જય બોલાવીને પોતાના ભાષણની શરૂઆત કરી હતી. તેમણે કહ્યુ કે નરેદ્રભાઈ લોકસભાની ચૂંટણી જીત્યા પછી પહેલીવાર અહિંયા આવ્યા છે અહિયાથી બંગાળ સુધી અવાજ પહોંચે તે રીતે બોલો ભારત માતા કી જય. નરેદ્રભાઈએ ખાનપુર ખાતેથી રાજનીતિની શરૂઆત કરી હતી. ત્યારે ખાનપુર કાર્યાલયથી નરેન્દ્ર ભાઇએ કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારે નરેન્દ્રભાઇ નવા નવા હતાં. ત્યારે અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણી આવી હતી. જેમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો.

આ તકે અમિત શાહે જણાંવ્યું કે હું ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તા તરીકે નરેન્દ્ર ભાઈનું સ્વાગત કરૂ છુ. સુરતની દુર્ઘટનાને યાદ કરી કિશોરોને શ્રદ્ધાંજલિ આપી પ્રભુ આત્માને શાંતી આપે એ માટે પ્રાર્થના કરી હતી. ભારતીય જનતા પાર્ટીનાં અધ્યક્ષ તરીકે ગુજરાતની જનતાનો આભાર માનવા આવ્યો છું. 2014 અને 2019ની ચૂંટણીનું નેતૃત્વ નરેન્દ્રભાઈએ કર્યુ અને બંને ચૂંટણીમાં 26 સીટો મેળવવામાં અમે સફળ રહ્યા. 26 મે 2019એ નરેન્દ્ર મોદી પદનામિત પીએમ તરીકે આપણી સામે હાજર છે. નરેન્દ્ર ભાઈએ સવાયુ કરીને ગુજરાતને પાછું આપ્યુ છે.સમગ્ર વિશ્વમાં ડંકો વગાડવાનું કામ આપણા નરેન્દ્ર મોદીએ કર્યુ છે. BJPને ગુજરાતમાં કોઈ પુછતુ ન હતું ત્યારે નરેન્દ્ર મોદીએ ગુજરાતને BJPનો ગઢ બનાવ્યો છે.

ગુજરાતની ઓળખ રમખાણો હતાં

એક સમય એવો હતો જ્યારે ગુજરાતને રમખાણો માટે ઓળખવામાં આવતું હતું. તેમજ રથયાત્રા કાઢવું ભાર મુશ્કેલ હતું ત્યારે ગુડારાજને સમાપ્ત કરવાનું કામ નરેન્દ્ર મોદીએ કર્યુ. દરિયાકિનારો હોય કે આદિવાસીઓ હોય.ત્યારે નરેન્દ્રભાઇએ ગુજરાત મોડલને વિકસાવ્યું. આપણા નરેન્દ્ર ભાઇએ હંમેશા ગુજરાતનાં ગૌરવને વધારવાનું કામ કર્યું. આપણા નરેન્દ્રભાઇએ ગામે ગામ નર્મદાના નીર પહોંચાડ્યા. અંધારા ઉલેચીને ગામેગામ વિજળી પહોંચાડવાનું કામ કર્યુ છે. દરેકના ઘરમાં વિકાસ પહોંચાડવાનું કામ નરેન્દ્ર મોદીએ કર્યુ છે. 2014માં ગુજરાત મોડલે નમોને PM બનાવ્યા.

નરેન્દ્રભાઇએ મહિલાઓને સન્માન આપ્યું

લોકોનાં ઘરમાં સંડાસ બનાવડાવીને બહેનોને સન્માન અપાવવાનું કામ નમોએ કર્યુ.1990થી આતંકવાદ ચાલુ થયો ત્યારથી સમગ્ર દેશની જનતા આતંકવાદને જડબાતોડ જવાબ આપનારો નેતા ઈચ્છતી હતી. પાકિસ્તાનનાં ઘરમાં બે બે વાર ઘુસીને આતંકવાદનાં ભૂકા બોલાવી દીધા. તે બહાદુરીનું કામ આપણા નરેન્દ્રભાઇ એ કર્યુ છે.

મોદી નામનો સમગ્ર વિશ્વમાં ડંકો

આ તકે અમિત શાહ મોદી પર ઓળઘોળ હોય તેમ નરેન્દ્ર મોદીનાં ભારે વખાણ કર્યા હતાાં. તેમણે જણાંવ્યું કે મોદી વિદેશમાં જ્યાં જાય ત્યાં એરપોર્ટ પર જ લોકો મોદી મોદીનાં નારા લગાવે છે. આ નારાથી દેશનાં લોકોનું સન્માન સમગ્ર વિશ્વમાં થાય છે. દેશની જનતાએ 45 ડિગ્રીમાં મતદાન કરીને BJPને 303 સીટો જીતાડવાનું કામ નમોના નેતૃત્વમાં કર્યુ છે. નમોનાં નેતૃત્વમાં દેશનાં દરેક રાજ્યોમાં BJPનો પાયો મજબૂત થયો છે. આ તકે શાહે કહ્યું કે નીચે નીતીનભાઈ અને રૂપાણીની સરકાર છે ઉપર નરેન્દ્રભાઇની સરકાર બનવાની છે.ત્યારે હું નરેન્દ્ર મોદીને શુભકામના અને હ્રદયપૂર્વક અભિનંદન આપું છું.

READ ALSO

Related posts

આ સુપર મોડલ બની દુનિયાની સૌથી સુંદર મહિલા, વૈજ્ઞાનિકોએ માન્યું બ્યૂટી સ્ટાન્ડર્ડ પ્રમાણે પરફેક્ટ

Kaushik Bavishi

Aadhar card બનાવવા ગઈ હતી યુવતિ, સતત એક મહિનાથી થતું રહ્યું એવું કે……

pratik shah

બિહારઃ ડાંસ જોઈને મદહોશ ASI હવામાં લહેરાવા લાગ્યા પિસ્તોલ, મળી આ સજા

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!