GSTV
Home » News » આધાર ડબલ સિક્યોર, આંગળી જ નહીં ચહેરો પણ બતાવશે તમારી ઓળખ

આધાર ડબલ સિક્યોર, આંગળી જ નહીં ચહેરો પણ બતાવશે તમારી ઓળખ

aadhar card

આધાર ઓથોરિટી યૂઆઇડીએઆઇએ આધાર ડાટાની સુરક્ષાને લઇને હાલમાં જ વર્ચૂઅલ આઇડી લાવવાની ઘોષણા કરી છે. પરંતુ ઓથોરિટી માત્ર અહીં નથી રોકાઇ તેમણે વધુ એક નવી ભેટ સામાન્ય માનવીને આપી છે.

આધાર ડાટાને સુરક્ષિત બનાવી રાખવા માટે યૂઆઇડીએઆઇ સતત નવા-નવા પગલા ઉઠાવી રહી છે. તેને ન માત્ર આધાર ડાટા સુરક્ષિત થઇ રહ્યો છે પરંતુ સામાન્ય લોકોને પણ આધારનો ઉપયોગ કરવો ઘણો સુવિધાજનક સાબિત થઇ રહ્યું છે.

હવે આધાર ઓથોરિટીએ કહ્યું છે કે તે એક નવી સુવિધા લાવી રહ્યા છે. આ સુવિધા હેઠળ તમે ફિંગરપ્રિન્ટ, આઇરિસ જ નહીં  પરંતુ પોતાના ચહેરાનો પણ ઉપયોગ વેરિફિકેશન માટે કરી શકશો.

યૂઆઇડીએઆઇએ સોમવારે આ સંબંધમાં અધિસૂચના જાહેર કરી છે. તેની સાથે ઓથોરિટીએ ટ્વિટ કરી તેની પણ જાણકારી આપી છે.

આધાર ઓથોરિટી મુજબ ફેસ ઓથેન્ટિકેશનની આ સુવિધા 1 જુલાઇ 2018 થી મળશે. તેનો ઉપયોગ વર્તમાન ફિંગરપ્રિન્ટ, આઇરિસ અને વન ટાઇમ પાસવર્ડ ઓથેન્ટિકેશનની સુવિધા સાથે કરવામા આવશે.

ઓથોરિટીના મુજબ આધાર કાર્ડ હોલ્ડરની ઓળખ વેરીફાઇ કરવા માટે 1 જુલાઇ બાદ ફેસ ફોટોનો પણ ઉપયોગ કરી શકાશે. યૂઆઇડીએઆઇએ જણાવ્યું કે આ સુવિધા તે લોકો માટે ઘણો વધારે ફાયદામંદ હશે,  જેની ફિંગરપ્રિન્ટ અને આઇરિસ ઠીક રીતે કામ નહી કરતી નથી.

સૌથી વધારે સારી વાત એ છે કે આ ફિચરને એક્ટિવ કરવા માટે તમારે એનરોલમેન્ટ સેન્ટર નહીં જઉ પડશે. ઓથોરિટી પોતાના ડેટાબેઝથી તમારો ફેસ ફોટો લઇને એક્ટિવેટ કરશે. તેના બાદ તમને જ્યારે ઇચ્છો ત્યારે તેની સુવિધાનો લાભ ઉઠાવી શકે છે.

યૂઆઇડીએઆઇનું કહેવું છે કે આ સુવિધા હેઠળ ન માત્ર સામાન્ય માનવીને વધુ સુવિધા મળશે પરંતુ તેના આધારે ડાટાની સુરક્ષા પણ કેટલી ગણી વધી જશે.

Related posts

Google પ્લેસ્ટોર માંથી દૂર કરી આ 29 એપ્સ, જો તમારા ફોનમાં હોય તો તુરત હટાવો

pratik shah

IMC 2019:જિયો એ રજુ કર્યો નેટિવ વિડીયો કોલિંગ બોટ, બદલાઈ જશે કસ્ટમર કેરની દુનિયા

pratik shah

Vodafone વપરાશકર્તા આંનદો, 399 રૂપિયાનાં પ્લાનમાં મળશે આ ફાયદો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!