GSTV

વિરાટ કોહલી બાદ આ ખેલાડી બનશે ટીમ ઇન્ડિયાનો નવો કેપ્ટન, T20 World Cup 2021 બાદ થશે એલાન

t20

Last Updated on October 20, 2021 by Bansari

વિરાટ કોહલી (Virat Kohli) T20 વર્લ્ડ કપ 2021 બાદ T20 ફોર્મેટમાંથી ભારતીય ક્રિકેટ ટીમની કેપ્ટનશિપ છોડવાની જાહેરાત કરી છે. આવી સ્થિતિમાં T20 વર્લ્ડ કપ 2021 પછી ભારતીય ટીમને નવો કેપ્ટન મળશે. અત્યાર સુધી બીસીસીઆઈએ આ અંગેના પોતાના પત્તા ખોલ્યા નથી. પરંતુ આ મામલે હવે ખુલાસો થતો જોવા મળી રહ્યો છે. મીડિયા રિપોર્ટમાં, T20 વર્લ્ડ કપ બાદ ટીમ ઇન્ડિયાને T20 ક્રિકેટમાં નવો કેપ્ટન મળશે. ન્યૂઝીલેન્ડ સામેની ટી -20 સીરીઝમાં ભારત નવા કેપ્ટનના નેતૃત્વમાં રમશે. વિરાટ કોહલીની જગ્યાએ રોહિત શર્માને નવા કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવશે, એક વેબસાઇટએ બીસીસીઆઇના સૂત્રોને ટાંકીને જણાવ્યું છે.

T20

આ અંગે સત્તાવાર જાહેરાત T20 વર્લ્ડ કપ બાદ કરવામાં આવશે

રિપોર્ટમાં બીસીસીઆઈના એક સૂત્રને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, “આ કોઇ સીક્રેટ નથી કે આગળ નેતૃત્વ કોણ સંભાળશે. રોહિત શર્મા લીડરશીપ ગ્રુપનો ભાગ છે અને T20 વર્લ્ડ કપ બાદ વિરાટની જગ્યા લેશે. આ અંગે સત્તાવાર જાહેરાત વર્લ્ડ કપ બાદ કરવામાં આવશે. વિરાટ કોહલીએ આઈપીએલ 2021 ના બીજા ભાગ પહેલા T20 કેપ્ટનશિપ છોડવાની જાહેરાત કરી હતી. વર્કલોડ મેનેજમેન્ટને ધ્યાનમાં રાખીને તેણે આ નિર્ણય લીધો છે. કોહલી કેપ્ટન તરીકે પ્રથમ વખત T20 વર્લ્ડ કપ રમશે. તેમની કેપ્ટનશિપમાં ભારતે અત્યાર સુધીમાં ત્રણ આઈસીસી ટૂર્નામેન્ટ રમી છે. તેમાં 2017 ચેમ્પિયન્સ ટ્રોફી, 2019 વર્લ્ડ કપ અને 2021 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો સમાવેશ થાય છે. પરંતુ તેઓએ અત્યાર સુધી કોઈ આઈસીસી ટ્રોફી જીતી નથી.

T20

રોહિતે કેપ્ટનશીપમાં કરી છે કમાલ

IPL માં રોહિત શર્માનું પ્રદર્શન સારું રહ્યું છે. ઉપરાંત, તેણે ભારત માટે કેપ્ટનશિપ કરેલી તમામ T20 મેચોમાં રોહિતે કમાલનું કામ કર્યું છે. તેણે અત્યાર સુધીમાં 19 T20 મેચોમાં ભારતનું નેતૃત્વ કર્યું છે અને તેમાંથી 15 માં જીત મેળવી છે. તેમજ કેપ્ટન તરીકે રોહિતે 41.88 ની સરેરાશથી 712 રન બનાવ્યા છે. જેમાં બે સદી અને પાંચ અડધી સદી સામેલ છે.

IPL ની વાત કરીએ તો અહીં રોહિતે તેની કેપ્ટનશીપમાં 59.68 ટકા મેચ જીતી છે. તેણે મુંબઈ ઇન્ડિયન્સ માટે પાંચ વખત આઈપીએલ ટ્રોફી જીતી છે. રોહિત લાંબા સમયથી T20 અને વનડેમાં ભારતના વાઈસ કેપ્ટન છે. આવી સ્થિતિમાં તે ટીમ ઇન્ડિયા સાથે જોડાયેલા નિર્ણયોનો એક ભાગ રહ્યો છે. આ બધાને કારણે, રોહિત T20 ક્રિકેટમાં ભારત માટે સારો વિકલ્પ સાબિત થઈ શકે છે.

Read Also

Related posts

મહત્વના સમાચાર / ઓમિક્રોન વેરિયન્ટને લઈને કેન્દ્ર સરકાર બની સતર્ક, નજીકના ભવિષ્યમાં થશે વેક્સિનને લઈને નવી પોલિસી લાગુ

Zainul Ansari

ઓમિક્રોનને કારણે આખી દુનિયામાં ફફડાટ વચ્ચે દક્ષિણ આફ્રિકાનો ગૌટેંગ પ્રાંત સૌથી વધુ સંક્રમિત

Vishvesh Dave

અરેરે ! ખરેખર આવી ગયો છે કળિયુગ, પતિ છે પ્લમ્બર અને પત્ની ભાગે છે પાણીથી દૂર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!