GSTV
Home » News » 24 કલાકમાં 114 તાલુકામાં મેઘમેહર, ગીર સોમનાથમાં 6 ઈંચ વરસાદ વરસ્યો

24 કલાકમાં 114 તાલુકામાં મેઘમેહર, ગીર સોમનાથમાં 6 ઈંચ વરસાદ વરસ્યો

વાયુ વાવાઝોડુ ઓમાન તરફ આગળ વધી રહ્યુ છે.જોકે હજુ રાજ્ય સરકારે એલર્ટ યથાવત રાખ્યુ છે. ગાંધીનગરથી તંત્ર સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહ્યુ છે. રાજ્યમાં વાયુ વાવાઝોડા અંગે રાજ્યના રાહત કમિશનર મનોજ કોઠારીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી વાયુ વાવાઝોડાની સ્થિતિ અંગે માહિતી આપી. તેમણે જણાવ્યુ કે, વાયુ વાવાઝોડાના કારણે રાજ્યમાં એક પણ વ્યક્તિનું મોત થયુ નથી.

છેલ્લા 24 કલાકમાં 114 તાલુકમાં વરસાદ નોંધાયો છે. જેમા છેલ્લા 24 કલાકમાં ગીર સોમનાથ જિલ્લામાં સૌથી વધારે 6 ઈંચ વરસાદ પડ્યો છે. તેમણે વધુમાં કહ્યુ કે, સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. વાવાઝોડાની અસર ઓછી થતા પોરબંદરમાં પવનની ગતિમાં ઘટાડો થવાનો છે. જ્યારે વાવાઝોડાના કારણે નુકસાનનો સર્વે રાજ્ય સરકાર કરાવશે અને અસરગ્રસ્તોને રાહતની ચૂકવણી પણ કરવામાં આવશે.

READ ALSO

Related posts

બગોદરા : ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત, બન્ને ડ્રાઈવરના ઘટના સ્થળે જ મોત

Nilesh Jethva

નવા ટ્રાફિક નિયમોને લઈને રિક્ષા ચાલકોએ યોજી બેઠક, આપી ચક્કાજામની ચીમકી

Nilesh Jethva

રાજસ્થાનમાં તોફાની વરસાદને કારણે ચંબલ નદી ગાંડીતૂર, નીચાણવાળા વિસ્તારોમાં 6 ફૂટ સુધી પાણી ભરાયા

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!