આઝાદી પછી 71 વર્ષે મળ્યો આ ભાઈ બે બહેનને, એક ભારત તો બીજું પાકિસ્તાન

આઝાદીનાં 71 વર્ષ વિતી ગયાં છે. ભારત-પાકિસ્તાનના ભાગલા વખતે થયેલું દુખ બધાને યાદ જ હશે. ન જાણે કેટલાય પરિવાર અલગ થયાં હતા. આ સમયે કેટલાક બાળકો માતા-પિતાથી , પતિ પત્નીઓથી અને ભાઈ બહેનોથી વિખુટા પડ્યાં હતાં. આજ બન્ને દેશ આઝાદ છે. પરંતુ એક અજીબ મેળાપનો કિસ્સો સામે આવ્યો છે. એક ભાઈ તેની બહેનોને 71 વર્ષ બાદ મળ્યો છે. તે 1947માં વિખુટા પડ્યાં હતાં.

આ વર્ષે ગુરૂનાનાક જયંતી પર પાકસ્તાનથી એક બેઅંત સિંહ નામનો શખ્સ ભારત આવ્યો હતો. આ યાત્રા એને હંમેશા યાદ રહેશે કારણ કે તેને આ વખતે 1947માં વિખુટી પડેલી બે બહેનો મળી હતી.

અત્યારે હાલમાં બંને બહેનોએ ઇસ્લામ સ્વીકારી લીધો છે પરંતુ બેઅંત હજુ શિખ જ છે. ઉલ્લેખનીય છે કે બધા વચ્ચે માત્ર ફોન પર વાતચીત થતી હતી પણ આ યાત્રામાં 71 વર્ષ બાદ એકબીજાનો ચહેરો જોયો.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter