GSTV
Entertainment Television Trending

અલી બાબા: દાસ્તાન-એ-કાબુલ/ તુનિષાના મૃત્યુના પાંચ દિવસ પછી શરૂ થયું શોનું શૂટિંગ

વર્ષ 2022એ ટીવી ઈન્ડસ્ટ્રીને વિદાય લેતા એક એવું દુ:ખ આપ્યું, જેને કોઈ તેમના દિલ અને દિમાગમાંથી દૂર કરી શકતું નથી. 24 ડિસેમ્બરના રોજ, 20 વર્ષની હસતી-રમતી અભિનેત્રી તુનીષા શર્માએ તેના શો ‘અલી બાબા: દાસ્તાન-એ-કાબુલ’ના સેટ પર મોતને ભેટી હતી. અભિનેત્રીએ શોના મેક-અપ રૂમમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી, જ્યારે સમગ્ર ઈન્ડસ્ટ્રી આ દુઃખમાંથી બહાર આવવામાં પ્રયાસ કરી રહી છે. ત્યારે શોમાં કામ કરી રહેલા લોકોને કામ કરવું અત્યંત મુશ્કેલ થઈ રહ્યું છે. તુનિષાના મૃત્યુ અને મુખ્ય અભિનેતા શીઝાન ખાન પોલીસ રિમાન્ડ પર જતાં શોમાં મૌન હતું. જોકે, હવે આ ઘટનાના બે અઠવાડિયા બાદ ‘અલી બાબાઃ દાસ્તાન-એ-કાબુલ’નું શૂટિંગ ફરી શરૂ કરવામાં આવ્યું છે. આ જાણકારી અભિનેત્રી સપના ઠાકુરે આપી છે.

‘અલી બાબાઃ દાસ્તાન-એ-કાબુલ’નું શૂટિંગ શરૂ

સોની સબ પર 24 ડિસેમ્બરથી પ્રસારિત થતી અલી બાબાઃ દાસ્તાન-એ-કાબુલના સેટ પર ભયનું વાતાવરણ છે. જ્યારે શોની મુખ્ય અભિનેત્રી તુનિષા શર્માએ સેટ પર આત્મહત્યા કરી હતી, ત્યારે તેનો મુખ્ય અભિનેતા શીઝાન ખાન તે જ દિવસથી પોલીસ કસ્ટડીમાં છે. આવી સ્થિતિમાં, શો તેના બંને મુખ્ય કલાકારોની વિદાયથી પીડાઈ રહ્યો હતો. જો કે, હાલમાં શોના જૂના શોટ એપિસોડ ઓન-એર કરવામાં આવી રહ્યા હતા, પરંતુ હવે તે બધા પ્રસારિત કરવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં હવે તેનું શૂટિંગ ગયા અઠવાડિયે એટલે કે 29 ડિસેમ્બરે ગુરુવારે શરૂ થયું હતું. આ વાતનો ખુલાસો શોની બીજી અભિનેત્રી સપના ઠાકુરે એક મીડિયા સંસ્થાને આપેલા ઈન્ટરવ્યુમાં કર્યો છે. આ સાથે સપનાએ એ પણ જણાવ્યું કે હવે શોના સેટ પર વાતાવરણ કેવું છે.

READ ALSO

Related posts

ક્રૂડ ઓઈલ 15 મહિનાના નીચલા સ્તર પર, પેટ્રોલ- ડીઝલમાં રાહત ક્યારે ?

Vishvesh Dave

રોકાણકારોને સોનાએ કર્યા માલામાલ, ગોલ્ડે આપ્યું 5 વર્ષમાં 100% રિટર્ન, નિફ્ટીએ 55 ટકા જ્યારે સેન્સેક્સે 75 ટકા વળતર આપ્યું

GSTV Web News Desk

આ દેશમાં વેચાય છે ૧૦ લાખ રુપિયાનું ૧ નંગ તરબૂચ, આરોગવું બધાના નસીબમાં નથી

Vishvesh Dave
GSTV