GSTV
Home » News » OMG! ગરમીથી બચવા હવે આ સિનિયર ડોક્ટરે પોતાની મોંઘીદાટ SUVને ગાયના છાણની લીપી નાંખી!

OMG! ગરમીથી બચવા હવે આ સિનિયર ડોક્ટરે પોતાની મોંઘીદાટ SUVને ગાયના છાણની લીપી નાંખી!

તાજેતરમાં જ એક ફોટો વાયરલ થયો હતો જેમાં એક ટોયોટા કોરોલા એલ્ટિસ કારને ગાયના છાણથી લીપેલી દર્શાવવામાં આવી હતી. પછીથી ખુલાસો થયો હતો કે આ કાર અમદાવાદની સેજલ શાહની હતી. પછીથી તેમણે એક વીડિયો શેર કરીને  આ પાછળનું અસલ કારણ જણાવ્યું હતુ. હવે આ લિસ્ટમાં એક ડોક્ટરનું નામ પણ સામેલ થઇ ગયું છે. તેમણે પોતાની મોંઘીદાટ એસયૂવી કારને છાણથી લીપી નાંખી.

પુણેના ડોક્ટર નવનાથ દુધાલે પોતાની મહિન્દ્રા એસયુવી 500ને ગાયના છાણથી કોટ કરી નાંખી. એક અહેવાલ અનુસાર દુધાલનો દાવો છે કે પુણેમાં પડી રહેલી જબરદસ્ત ગરમીની તેમની કાર પર કોઇ અસર થઇ રહી નથી અને તેમણે કારના એસીનો ઉપયોગ લગભગ બંધ કરી દીધો છે.

દુધાલે જણાવ્યા અનુસાર તેમણે કાર પર ત્રણ કોટ કર્યા છે અને તે એક મહિના સુધી સુરક્ષિત રહેશે. સૂર્યના વિકિરણથી કારની છત પર કોઇ પ્રભાવ પડ્યો નથી. આ કોટ કર્યા બાદ કારનું તાપમાન બહારની સરખામણીમાં 5થી 7 ડિગ્રી ઓછુ થઇ જાય છે. દુધાલનું કહેવું છે કે આ લીપણને પાણી તથા સુતરાઉ કાપડની મદદથી સરળતાથી સાફ કરી શકાય છે. તેનાથી કારની બોડી પર છાણના નિશાન નથી પડતા. જો કે થોડા સમય સુધી કારની અંદર છાણની દુર્ગંધ જરૂર આવે છે.

અગાઉ ગરમીના મોસમમાં રાહત મેળવવા માટે અમદાવાદની એક મહિલાએ અનોખી રીત અપનાવી છે. મહિલાએ કારને ઠંડી રાખવા માટે તેની ઉપર ગાયના ગોબરનું લિંપણ કરી દીધું છે.

ફેસબુક પર રુપેશ ગૌરાંગ દાસે આ કારનો ફોટો શેર કર્યો છે. જે વાયરલ થઇ રહ્યો છે. રૂપેશની પોસ્ટ અનુસાર મહિલાનુ નામ સેજલ શાહ છે. રૂપેશે લખ્યું છે કે, અત્યાર સુધી ગાયના છાણનો સૌથી સારો ઉપયોગ થતો મે જોયો છે. આ અમદાવાદમાં છે. 45 ડિગ્રી તાપમાનમાં રાહત મેળવવા માટે અને કારને ગરમ થતી બચાવવા માટે. શ્રીમતી સેજલે ઠંડી રાખવા માટે પોતાની કારને ગાયના ગોબરથી લીપી દીધી.

ફેસબુક પર કારની બે તસવીરો મુકવામાં આવી છે. રૂપેશે આ પોસ્ટ પર એક શખ્સને જણાવ્યું કે આ તસવીર તેમની ગૌશાળાના વૉટ્સએપ ગ્રુપ પર તેમના મિત્રએ મોકલી હતી. જો કે આ પોસ્ટ પર લોકો મજેદાર રિએક્શન આપી રહ્યાં છે. જણાવી દઇએ કે ભારતમાં કાચા ઘરોની દિવાલો અને ભોંય પર ગાયના ગોબરનું લીપણ કરવું સામાન્ય બાબત છે. માનવામાં આવે છે કે તેનાથી ગરમીમાં ઘર ઠંડુ અને શિયાળામાં હુંફાળુ રહે છે.

Read Also

Related posts

Chandrayaan 2: મંગળવારે લોન્ચ નહી, જાણો અંતરિક્ષ એજન્સીઓની અનોખી માન્યતાઓ

Path Shah

ગર્વની પળ : પીએમ મોદીએ Live નિહાળ્યું ચંદ્રયાન-2નું લૉન્ચિંગ, Tweet કરીને પાઠવી શુભેચ્છા

Bansari

ચંદ્રયાનના લોન્ચિંગ બાદ ઈસરોના ચેરમેને ટીમને અભિનંદન આપ્યા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!