આજે જ પતાવી લો બેન્કને લગતાં જરૂરી કામ, નહી તો આવતીકાલથી ધક્કા ખાવાનો વારો આવશે

આગામી અછવાડિયે જો તમારે બેન્ક સાથે સંબંધિત કોઇ કામ કરવાનું હોય તો આજે જ પતાવી લો. બેન્ક સાથે સંબંધિત કામ પતાવવા માટે તમારી પાસે 20 ડિસેમ્બર એટલે કે માત્ર આજેનો જ દિવસ છે. તેનું કારણ છે કે સરકારી બેન્કો 5 દિવસ સુધી બંધ રહેશે. જણાવી દઇએ કે આ દરમિયાન બે દિવસ સુધી બેન્ક કર્મચારીઓ હડતાળ પર છે. બેંકોએ રાષ્ટ્રવ્યાપી હડતાળની જાહેરાત કરી દીધી છે. બેંકો 21થી 26 ડિસેમ્બર પાંચ દિવસ સુધી બંધ રહેવાની છે.

આ દિવસો દરમિયાન બેન્કો રહેશે બંધ

26 ડિસેમ્બરે તો બેંકો એ રાષ્ટ્રવ્યાપી હડતાળનું એલાન કરી દીધુ છે. પરંતુ બેંક ઑફિસરોના યુનિયનને 21 ડિસેમ્બરે પણ બેંકો બંધ રાખવાની ચીમકી આપી છે. વળી ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં ક્રિસમસની રજા આવી રહી છે. આથી ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયોમાં બેંકના બધા જ કામકાજ ખોરવાઇ જવાની શક્યતા છે.

ધ ઑલ ઇન્ડિયા બેંક ઑફિસર્સ કોન્ફેડરેશન (AIBOC)એ કહ્યું કે, ક્લાસ 4 અને તેની ઉપરનાં અધિકારીઓને પગારનાં સેટલમેન્ટ અવગણ્યાં હોવાંથી તેનાં વિરોધને ધ્યાને રાખીને બેંકો દ્વારા 21 ડિસેમ્બરે હડતાળ પાડવામાં આવી છે.

જેથી આ હડતાળને લઇને 21થી 26 ડિસેમ્બર સુધી બેંકોનાં કામકાજ પણ ખોરવાય તેવી શક્યતા છે. પરંતુ 24 ડિસેમ્બરનાં સોમવારનાં રોજ બેંકો ચાલુ રહેશે. મહત્વનું છે સાથે સાથે 22 ડિસેમ્બરનાં રોજ બીજો શનિવાર હોવાંથી બેંકો બંધ રહેવાની છે.

AIBOCએ પણ હડતાળની નોટિસમાં જણાવ્યું કે, “અમે સ્કેલ 1થી 6નાં ઑફિસરો માટે પગાર વધારાનો સંપૂર્ણ અધિકૃત આદેશ ઇચ્છીએ છીએ.” આ લેટરની કૉપી દિલ્હીનાં ચીફ લેબર કમિશ્નરને પણ આપવામાં આવી હતી. યુનાઈટેડ ફોરમ ઑફ બેન્ક યુનિયન્સ (UFBU) હેઠળ નવ બેંક એસોસિયેશન કામ કરે છે. UFBUએ 26 ડિસેમ્બરે પગારનાં સેટલમેન્ટ અને બેંકનાં મર્જર વિરુદ્ઘ હડતાળની જાહેરાત કરી છે.

બેંકનાં કર્મચારી અને અધિકારી એક નવેમ્બર 2017થી 11મું વેતન લાગુ કરવાની માંગ કરી રહેલ છે. આને ધ્યાને રાખીને ફોરમનાં સંયોજક શ્રીવર્ધન નેમાએ કહ્યું કે, સરકારની હઠ વિરૂદ્ધ આ આંદોલન કરવામાં આવી રહ્યું છે.

મહત્વનું છે કે UFBUએ ઈન્ડિયન બેન્ક્સ એસોસિયેશનની 8 ટકા પગારવધારાની ઓફર ઠુકરાવી દીધી હતી. એસોસિયેશને સ્કેલ 1થી સ્કેલ 3નાં અધિકારીઓને સેટલમેન્ટ આપવાની તૈયારી દર્શાવી હતી અને સ્કેલ 4 પછીનાં અધિકારીઓ માટે બેંક મુજબ પગાર વધારો આપવાની ઓફર કરી હતી.

AIBOC જનરલ સેક્રેટરી સૌમ્ય દત્તાએ જણાવ્યું કે 1979થી સ્કેલ 1થી સ્કેલ 6નાં મેનેજરનો સાથે પગાર કરાય છે. IBAએ મોટા ભાગનાં બેંક કર્મચારીઓએ આ માટે સહમતિ નથી આપી એ વાતને અવગણી છે જેની સામે અમારો ઉગ્ર વિરોધ છે.

આ કારણે બેન્કો રહેશે બંધ

  • ઓલ ઇન્ડીયા બેંક ઓફિસર્સ કન્ફેડરેશન દ્વારા 21 ડિસેમ્બરનાં રોજ હડતાળ કરવામાં આવશે.
  • 22નાં રોજ ચોથો શનિવાર છે.
  • 23નાં રોજ રવિવાર રહેશે.
  • સોમવાર એટલે કે 24નાં રોજ બેંક ખુલ્લી રહેશે.
  • 25નાં રોજ ક્રિસમસની રજા રહેશે.
  • 26 ડિસેમ્બરનાં રોજ યૂનાઇટેડ ફોરમ ઓફ બેંક યૂનિયન દ્વારા હડતાળ કરવામાં આવશે.

ATMમાં પડી શકે છે કેશ સંકટઃ


હડતાળ અને રજાઓની સીધી જ અસર એટીએમ પર પડી શકે છે. આ છ દિવસોમાં બેંક પ્રબંધન તરફથી અલગથી કેશ નાખવાની વ્યવસ્થા નથી તો લોકોને કેશનાં સંકટનો સામનો કરવો પડશે. કેમ કે બેંકો બંધ રહેશે અને ATMમાં પણ કેશ નહીં મળે તો મુશ્કેલી તો જરૂરથી પડશે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter