GSTV

TikTok બાદ હવે આ સ્વદેશી એપ્લીકેશને મચાવી ધુમ, કરોડોમાં પહોંચ્યા યુઝર્સ

TikTok

Last Updated on October 11, 2020 by Ankita Trada

Roposo પ્રથમ એવી ભારતીય શોર્ટ વીડિયો એપ્લીકેશન બની ગઈ છે. જેના Google Play Store પર 10 કરોડથી વધુ યુઝર્સ થઈ ગયા છે. સરકારે જૂનમાં Tiktok સહિત અન્ય ચીની એપ્લીકેશન પર પ્રતિબંધ લગાવ્યા બાદ Roposo ને ગૂગલ પ્લે સ્ટોર પર મુખ્ય રેટિંગ મળી હતી.

ભારતની મુખ્ય શોર્ટ વીડિયો એપ્લીકેશન

કંપનીએ પોતાના એક નિવેદનમાં કહ્યુ કે, Roposo એ પ્લે સ્ટોર પર શુક્રવારે 10 કરોડ યુઝર્સના આંકડાને પાર કરી લીધો છે. તે સાથે જ કંપની ભારતની મુખ્ય શોર્ટ વીડિયો એપ્લીકેશન બની ગઈ છે. આ એકલી એવી શોર્ટ વીડિયો એપ છે જે આ સ્તર પર પહોંચી છે. Roposo પર સોફ્ટબેન્કથી નાણાકિય પોષિત ઈનમોબીનો માલિકાના હક છે.

સૌથી મોટા એપ્લીકેશન પ્લેટફોર્મ છે

ઈનમોબીના સંસ્થાપક અને મુખ્ય કાર્યકારી અધિકારી નવીન તિવારીએ કહ્યુ છે કે, ગ્લાસ અને Roposo ની સાથે અમારી પાસે ભારતમાં નિર્મિત બે સૌથી મોટા એપ્લીકેશન પ્લેટફોર્મ છે. આ બંનેની પહોંચ સંયુક્ત રીતે દેશના 40 ટકા સ્માર્ટફોન સુધી છે.

READ ALSO

Related posts

IND vs PAK: પાકિસ્તાનીઓને છક્કા મારવા ઋષભ પંતના ડાબા હાથનો ખેલ, જુઓ વીડિયો

Vishvesh Dave

અઝબ ગઝબ / લગ્નમાં ભાડેથી બોલાવવામાં આવે છે મહેમાન, આ દેશમાં એક અનોખો ટ્રેન્ડ

Vishvesh Dave

શું તમે તેલના વધેલા ભાવથી પરેશાન છો? આ ક્રેડિટ કાર્ડથી ફ્રીમાં મળશે 71 લીટર પેટ્રોલ-ડીઝલ, ફટાફટ કરો ચેક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!