GSTV
Home » News » TikTok બાદ હવે PUBGનો વારો, પોલીસે Googleને કરી આવી રિક્વેસ્ટ

TikTok બાદ હવે PUBGનો વારો, પોલીસે Googleને કરી આવી રિક્વેસ્ટ

ટીક ટોકના બૅન બાદ હવે એવું લાગી રહ્યું છે કે, PUBG મોબાઈલનો નંબર છે. ટીકટોક પહેલાં પણ ભારતમાં કેટલીક જગ્યાએ પબજી પર બૅન લગાવવાની માંગ થઈ હતી. PUBG અને Tik Tok  બંનેમાં એક વસ્તુ કોમન છે કે, બંને એપ્સ ચીનની છે અને તેજીથી પોપ્યુલર થઈ રહી છે.

લાખો અને કરોડોની સંખ્યામાં આ એપ્સનાં એક્ટિવ યુઝર્સ છે, સાથે જ એક્ટિવ યુઝર્સની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે રાજકોટ પોલીસે ગૂગલને એક લેટર લખ્યો છે. જેમાં ગૂગલને રિક્વેસ્ટ કરવામાં આવી છે કે, તે PUBG મોબાઈલના ડાઉનલોડ પર બૅન લગાવે. રાજકોટ પોલીસે હાલ તો આ ગેમને રાજકોટ શહેર પુરતી જ બૅન કરવા માટે કહ્યું છે.

હાલ પોલીસની અરજી પર ગૂગલે કોઈ નિવેદન આપ્યું નથી. ત્યારે આ ગેમને ગયા મહિને સ્ટેટ હોમ ડિપાર્ટમેન્ટનાં આદેશ બાદ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેના સિવાય PUBG રમતા 10 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તો સાથે જ કેટલીક એફઆઈઆર પણ નોંધવામાં આવી હતી. જોકે, બાદમાં પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો હતો.

પરંતુ રાજકોટમાં હજી સુધી પ્રતિબંધ લાગૂ છે. રાજકોટ પોલીસ કમિશ્નરે ગૂગલને અરજી કરી છે કે, અહીંયા PUBG પર બૅન લગાવવામાં આવેલો છે. જેથી આ એરિયાના આઈપી એડ્રેસ દ્વારા રાજકોટમાં આ ગેમના ડાઉનલોડિંગ પર પ્રતિબંધ લગાવવામાં આવે. ઉલ્લેખનીય છેકે, અગાઉ પણ રાજકોટમાં PUBG રમતા લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

Read Also

Related posts

ઉંઝા વિધાનસભા બેઠક પર આશાબેન પટેલની જીત થતા હવે ઉંઝા APMC પણ…

Nilesh Jethva

ગુજરાતમાંથી 26માંથી 26 બેઠક જીત્યા બાદ રૂપાણીના કદમાં વધારો

Dharika Jansari

ગુજરાતમાં 26માંથી 26… 25 બેઠકો પર તો 2014નો પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો

Arohi
Do NOT follow this link or you will be banned from the site!