ભાવનગરની સર.ટી હોસ્પિટલમાં આ ઘટના બાદ લોકોના મનમાં ફફડાટ પસરી ગયો

ભાવનગરની સર.ટી. હોસ્પિટલમાં નારી ગામના શંકાસ્પદ સ્વાઈન ફ્લૂના કારણે યુવાનનું મોત નિપજ્યું હતું. સર.ટી.હોસ્પિટલમાં હાલ ૧૮ સ્વાઈન ફ્લૂ પોઝીટીવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જેમાં આજે બોટાદના યુવાનનું સારવાર દરમિયાન સવારે મોત નીપજ્યું હતું. સ્વાઈન ફ્લૂની શંકાવાળા દર્દીઓને પણ અલગ વોર્ડમાં સારવાર આપવામાં આવી રહી છે.

સ્વાઈન ફ્લૂના રીપોર્ટ હાલ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. આજે રીપોર્ટ આવે તે પહેલા જ નારી ગામના યુવકનું મોત નીપજતા કુલ બે લોકોના મોત નિપજ્યા હતા. નારી ગામના યુવાનનું મોત નીપજતા ગામના લોકોમાં ફફડાટ ફેલાયો હતો. જો કે નારી ગામમાં સ્વાઈન ફ્લુ વકરે તે પહેલા આરોગ્ય વિભાગ દ્વારા સુરક્ષાના પગલા ભરવામાં આવે તેવી માંગ કરવામા આવી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter