આ સુંદરી પાછળ રાજાઓએ રાજા-રજવાડા ત્યાગી દીધા, 1975નો રેકોર્ડ બ્રેક કરાવ્યો

મલેશિયાના સુલ્તાન મોહમ્મદ (વી) એ 2016માં જ્યારે રાજશાહી ગદ્દી સંભાળી હતી તે સમયે તે દેશના સહસંયોજિત યુવાન સુલ્તાન બન્યા હતા. સુલ્તાન પન્ચમએ રવિવારના રોજ પોતાની રાજગાદી છોડીને આંતરરાષ્ટ્રીય મીડિયામાં ચાલી રહેલ પોતાના લગ્નની ઘટનાને વધુ ખબરી બનાવી દીધી છે. છેલ્લા બે મહિનાથી સુલ્તાન મેડિકલ લીવ પર હતા અને મીડિયામાં એવા સમાચાર હતા કે સુલ્તાને રશિયાની સુંદરી સાથે લગ્ન કરી લીધા છે. બ્રિટિશ અને રશિયન મીડિયામાં અફવા છે કે 49 વર્ષનાં સુલ્તાનનું દિલ 25 વર્ષની ભૂતપૂર્વ રશિયન બ્યૂટી ક્વીન પર આવી ગયું.

બંનેએ મોસ્કોમાં લગ્ન પણ કરી લીધાં છે અને મીડિયામાં તેને સંબંધિત ફોટો પણ વાયરલ થઈ રહ્યાં છે. તેમ છતાં ન તો સુલ્તાનની તરફેણમાં અને ન તેમના રાજમહેલનાં લોકોથી આ પ્રકારની કોઈ વાતની પુષ્ટિ કરવામાં આવી નથી. બ્રિટનથી 1957માં આઝાદી મળ્યા પછી મુસ્લિમ વહીવટી દેશમાં આ કોઇ રાજાઅ પદ પરથી રાજીનામું આપ્યુ હોય એવી પહેલી ઘટનાં છે. મલેશિયામાં સુલ્તાનનું પદ રાજ્યના શાહી ઘરોના લોકો પાસે જ રહે છે. દર 5 વર્ષ પછી સુલ્તાનનું પદ એક શાહથી બીજા શાહને સોંપવમાં આવે છે. મલેશિયામાં આમ તો સરકાર અને સત્તાનો પાવર વડાપ્રધાન પાસે હોય છે, પરંતુ સુલ્તાનનું પદ ખૂબ માનનીય છે.

સુલ્તાન અને રશિયાની બ્યૂટી ક્વિનની મુલાકાત 18 મહિના પહેલા યુરોપમાં થઈ હતી. પૂર્વ મિસ મોસ્કો ઓકસનાં વોઈવોદાના વ્યવસાયથી મોડેલ અને ફેશન ડિઝાઇનર છે. ડેલી મેલનાં મુજબ સુલતાન સથે લગ્ન કરવા માટે સુંદરીએ ઇસ્લામ ધર્મ પણ અપનાવી લીધો છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter