GSTV
Home » News » વાહ સુરતવાસી, વોટીંગ પહેલા કરવુ બાદમાં માતાના અંતિમ સંસ્કાર કરાશે

વાહ સુરતવાસી, વોટીંગ પહેલા કરવુ બાદમાં માતાના અંતિમ સંસ્કાર કરાશે

વેસુ રોડ ખાતે આજે વહેલી સવારે કાપડ વેપારી વયોવૃદ્ધ માતાનું મોત થયુ. જોકે તેમના પરિવારે મતદાન બાદ તેમની વયોવૃદ્ધ માતાનું અગ્નિદાહ કરવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે. જેથી વારાફરથી પરિવારના 50 સભ્યોએ મતદાન કર્યું હોવાનું જાણવા મળે છે, જ્યારે બીજા બનાવમાં બાઈક પરથી પડી જતા ઈજા પામેલી વૃદ્ધાનું ગત મોડી રાત્રે મોત નીપજ્યું હતુ. જોકે તેમના પરિવારજનો વૃદ્ધાના અંતિમ સંસ્કાર કર્યા બાદ મતદાન કરવા માટે જવાના હોવાનું જાણવા મળે છે.

સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ વેસુ વિસ્તારમાં આવેલા રતન જ્યોતિ એપાર્ટમેન્ટમાં રહેતાં કાપડના વેપારી શ્યામસુંદર અગ્રવાલની માતા સાવિત્રી દેવીનું (ઉ.વ 92) આજે વહેલી સવારે 4:30 ઉંમરના કારણે કુદરતી રીતે મોત થયું હતું. જેથી તેમના પુત્ર શ્યામસુંદર અગ્રવાલ ઉંમર વર્ષ 60 અને પરિવારે નક્કી કર્યું હતું કે, મતદાન પૂર્ણ થાય બાદમાં પાંચ વાગેમાતાની અંતિમવિધિ કરીશું. સાથે જ પત્ની વીમલા દેવી સાથે શ્યામસુંદર મતદાન કરવા સજોડે પહોંચ્યાં હતાં. બાદમાં વારાફરતી પરિવારના 50 જેટલા સભ્યો મતદાન કરવા માટે જશે. માતાની આંખોનું દાન લોક દ્રષ્ટિ ચક્ષુ બેંકમાં કરવામાં આવ્યું હતું.

મૂળ હરિયાણાના ભિવાણીના વતની અને ભટાર રોડ પર સાડીની દુકાન ધરાવતા શ્યામસુંદર અગ્રવાલે જણાવ્યું હતું કે, માતા પણ સુરતમાં જ મતદાન કરતા હતા. તે પહેલેથી જ મતદાન કરતા હતા અને આજે પણ મતદાન કરવા જવા અંગે ગત રાત્રે પરિવાર સાથે વાત કરી હતી, પરંતુ અચાનક તેમનું અવસાન કુદરતી રીતે થયું છે. માતા ક્યારેય મતદાન કરવાનું ચુક્યાં નહોતાં. તો અમે કેવી રીતે મત આપ્યા વગર રહીએ.

millionaire lok sabha candidate

બીજા બનાવની મળેલી વિગત મુજબ પાંડેસરામાં ભેસ્તાનમાં રહેતા 58 વર્ષીય કમલ બેન મરાઠી રવિવારે મોડી રાત્રે તેમનો પુત્ર અરુણ ઉંમર 27 સાથે મોટરસાયકલ પર નવી સિવિલમાં દાખલ પડોસીની ખબર અંતર પુછવા આવવા નીકળ્યા હતા ત્યારે ઉધના જીવન જ્યોત રોડ ઝોન પાસે મોટરસાયકલ પરથી કમલ બેન પડી જતા ખાનગી નવી સિવિલમાં દાખલ કર્યા હતા જ્યાં ગઈકાલે રાત્રે તેમનું મોત નીપજ્યું હતું. તેમના સંબંધીએ કહ્યું હતું કે કમલબેન મોટાભાગે ચૂંટણીમાં મતદાન કરવા જતા હતા અને આજે પણ મતદાન કરવા જવાના હતા. તેથી આજે તેમના અંતિમ સંસ્કાર થયા પછી પરિવારના સભ્યો અને સંબંધીઓ સમય મળશે તો અચુક મતદાન કરવા જશે એવું કહ્યું હતું.

READ ALSO

Related posts

5થી 10 હજારના ભાડાપટ્ટે આ 10 દેશોમાં મળે છે જમીન, 5 લાખ હેક્ટરમાં ખેતી કરશે ગુજરાતીઓ

Mayur

બનાસકાંઠામાં કોલેજ બહાર યુવતીની મજાકના નામે છેડતી, વીડિયો થઈ રહ્યો છે વાયરલ

Mayur

ગુજરાતના એસટી કર્મચારીઓની દિવાળી સુધરી, રૂપિયા 14 હજારનો પગાર વધીને 38 હજાર થયો

Karan
Do NOT follow this link or you will be banned from the site!