GSTV
Home » News » મતદાન બાદ રોડ-શો કરવા બાબતે PM મોદીને રાહત, કેન્દ્રિય ચૂંટણી પંચે ક્લિનચીટ આપી

મતદાન બાદ રોડ-શો કરવા બાબતે PM મોદીને રાહત, કેન્દ્રિય ચૂંટણી પંચે ક્લિનચીટ આપી

PM Modi ayodhya

ચૂંટણી પંચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ક્લીન ચીટ આપી છે. ચૂંટણી પંચે કહ્યું કે પીએમ મોદીએ અમદાવાદમાં મતદાન કર્યા બાદ કરેલો રોડ-શો આચારસંહિતાનું ઉલ્લંઘન નથી. પીએમ મોદીએ  અમદાવાદમાં મતદાન કર્યા બાદ રોડ શૉ કર્યો. જેને લઈને કોંગ્રેસ ભડકી ઉઠી હતી. દિલ્હીમાં અભિષેક મનુ સિંઘવીના નેતૃત્વમાં કોંગ્રેસનું એક ડેલીગેશન મુખ્ય ચૂંટણી પંચને મળીને પીએમ મોદી વિરુદ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ કરી હતી. અને કોંગ્રેસે પીએમ મોદીના પ્રચાર પર 48થી 72 કલાક સુધી પ્રતિબંધ ફરમાવવા અપીલ કરી હતી.

અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે પીએમ મોદી તેમના પદનો દુરુપયોગ કરી રહ્યાં છે. અને જાણી જોઈને આચારસંહિતાનો ભંગ કરી રહ્યા છે. આવું ત્રીજી-ચોથી વખત બન્યું છે. તેમણે કહ્યું કે પીએમ મોદી જ્યારે પણ મતદાન કરીને બહાર આવીને રોડ-શો કરે છે. જોકે ચૂંટણી પંચે આચાર સંહિતાનું ઉલ્લંઘન ન ગણીને પીએમ મોદીને ક્લીન ચીટ આપતાં કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે.

READ ALSO

Related posts

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોની મળી મોટી સફળતા, મોટા પ્રમાણમાં ઝડપાયા….

Path Shah

કોંગ્રેસ હજુ રેસમાં, સત્તા સુધી પહોંચવા માટે તૈયાર કર્યો પ્લાન ‘એ’ અને ‘બી’

Nilesh Jethva

બીજેપીનો જીતનો ઉત્સાહ સાતમા આકાશે, 50 કિલો વિશેષ બરફીનાં આપાયા ઓર્ડર

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!