GSTV

ખેડૂત આંદોલન/ હિંસા બાદ પોલીસ આવી એક્શનમાં, સીસીટીવીના આધારે 200 તોફાનીઓની થઈ ધરપકડ: રદ થઈ શકે છે ‘સંસદ માર્ચ’

ખેડૂત આંદોલનની આડમાં પ્રજાસત્તાક દિવસ પર દિલ્હીમાં હિંસા થઈ હતી. આ હિંસા બાદ પોલીસે 22 લોકો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી છે. જે મામલે 200 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે ટ્રેક્ટર પરેડ દરમ્યાન ઉપદ્રવીયોએ લાલ કિલ્લા પર ભારે હોબાળો મચ્યો હતો. પોલીસે આ હિંસા પાછળ કાર્ય કરવાવવાળાઓને શોધી રહી છે. આ જીવલેણ હિંસા મામલે 150 પોલીસ કર્મચારીઓ અને કિસાન ઘાયલ થયા છે. પોલીસ સીસીટીવી ફુટેજ દ્વારા ઉપદ્વવીયોની ઓળખ કરી રહી છે.

પોલીસ સીસીટીવી ફુટેજ દ્વારા ઉપદ્વવીયોની ઓળખ કરી રહી

જે પણ ઉપદ્રવીયોની તોફાનીઓની ઓળખ થયા બાદ તેને સ્પેશ્યલ સેલ અને ક્રાઈમબ્રાન્ચ દ્વારા તપાસ સોંપવામાં આવ્યા છ.જેમાં દિલ્હીના લાલકિલ્લા વિસ્તાર, નાંગલોઈ, મુકરબા ચોક, સેન્ટ્રલ દિલ્હી વગેરે સ્થળોના સીસીટીવી ફુટેજ નિકાળીને પોલીસને સોંપવામાં આવી રહ્યા છે. આ વચ્ચે ખેડૂત સંગઠનોનું પ્રથમ ફેબ્રુઆરીના રોજ સંસદ સુધી માર્ચ નિકાળવા મામલે હવે પ્રશ્રનાર્થ સર્જાયો છે. તેવું માનવામાં આવી રહ્યું છે તેને રદ કરવામાં આવે તેવી શક્યતાઓ છે. તમને જણાવી દઈએ કે ખેડૂત સંગઠનોએ જાહેરાત કરી હતી કે ખેડૂત પ્રદર્શન સ્થળથી સંસદ ભવન સુધી માર્ચ નિકાળશે.

રદ થઈ શકે છે ‘સંસદ માર્ચ’

ટ્રેક્ટર માર્ચ દરમિયાન દિલ્હીમાં ભડકેલી હિંસાના આખા દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને ખેડૂત આંદોલનને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે. આ બધાની વચ્ચે ખેડૂત સંગઠનો દ્વારા 1 ફેબ્રુઆરીએ સંસદ સુધીની માર્ચનુ એલાન પાછુ ખેંચાય તેવી શક્યતા દેખાઈ રહી છે.આ નિર્ણય પર ખેડૂત સંગઠનોની બેઠકમાં ફરી વિચારણા થઈ શકે છે.આ પહેલા ખેડૂત સંગઠનોએ એલાન કર્યુ હતુ કે, 1 ફેબ્રુઆરીએ ખેડૂતો સંસદ સુધી માર્ચ કરશે અને સંસદનો ઘેરાવો કરશે.ઉલ્લેખનીય  છે કે, 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ થતુ હોય છે.

1 ફેબ્રુઆરીએ ખેડૂતો સંસદ સુધી માર્ચ કરશે

દરમિયાન દિલ્હીમાં ટ્રેકટર માર્ચ દરમિયાન થયેલી હિંસા બાદ આંદોલનને કેવી રીતે આગળ વધારવુ તેના પર ખેડૂતો વિચારણા કરી રહ્યા છે.ખેડૂત માર્ચ દરમિયાન દિલ્હીમાં ઘૂસેલા ખેડૂતોએ ઠેર ઠેર હિંસા આચરી હતી અને જાહેર સંપત્તિની પણ તોડફોડ કરીને લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવી દીધો હતો.

READ ALSO

Related posts

કોરોનાના વધતા કેસોને લઇ રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, રાત્રિ કરફ્યુનો સમય લંબાવાયો

Pravin Makwana

નવસારી GIDC માં આવેલી કંપનીમાં લાગી ભીષણ આગ, ફાયર ફાઇટરની ટીમો ઘટનાસ્થળે

Pravin Makwana

ગુણકારી લીમડો: મીઠો લીમડો સ્વાદની સાથે સાથે આ રીતે પણ કામમાં આવશે, તેના આ ફાયદા તમે ક્યાંય નહીં જોયા હોય

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!