GSTV
Home » News » ટીએમસી બાદ કોંગ્રેસનાં નેતાઓને સોનભદ્ર જતા અટકાવાયા, રાજીવ શુક્લાએ છોડ્યા વાકબાણ

ટીએમસી બાદ કોંગ્રેસનાં નેતાઓને સોનભદ્ર જતા અટકાવાયા, રાજીવ શુક્લાએ છોડ્યા વાકબાણ

ટીએમસી બાદ કોંગ્રેસના ડેલિગેશનને પણ વારાણસી એરપોર્ટ પર રોકી દેવામાં આવ્યુ. કોંગ્રેસના ડેલિગેશનમાં રાજીવ શુક્લા અને રાજ બબ્બર સોનભદ્રમાં પીડિત પરિવાર સાથે મુલાકાત માટે પહોંચ્યા હતા. પરંતુ એરપોર્ટ પર તેમને રોકી દેવામાં આવ્યા.

ત્યારે આ મામલે કોંગ્રેસ નેતાઊ રાજીવ શુક્લાએ જણાવ્યુ હતુ કે, વારાણસી એરપોર્ટ પર પોલીસ દ્વારા  કોંગ્રેસના નેતાઓને અટકાવવામાં આવ્યા. યુપીમાં યોગી સરકારના શાસનમાં સતત કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. જેમા યોગી સરકાર નિષ્ફળ ગઈ છે.

અત્રે ઉલ્લેખનિય છે કે સોનભદ્રમાં જમીન વિવાદમાં 10 જેટલા લોકોનાં મૃત્યુ થતા હડકંપ મચી ગયો છે.યુપી કોંગ્રેસનાં પ્રભારી અને પાર્ટીનાં મહાસચિવ પ્રિયંકા ગાંધીને પણ સોનભદ્ર જવા ન દેતા, તેમણે ધરણા પ્રદર્શન કર્યુ હતું. તેમજ તૃણમૂલ કોંગ્રેસનાં સાંસદોનાં પ્રતિનીધી મંડળને પણ જતા અટકાયત કરવામાં આવી હતી. જો કે સોનભદ્ર જમીન વિવાદ હત્યાકાંડથી યુપીની રાજનિતીમાં ગરમાવો આવ્યો છે.

READ ALSO

Related posts

અમેરિકાના ઓરેગોન રાજ્યના એક સરોવરમાં 27 વર્ષના ભારતીય વિદ્યાર્થીનું ડૂબવાથી થયું મોત

Path Shah

રાજધાની દિલ્હીમાં તમામ રાજ્યોના ભવન, જ્યારે રૂપિયા 131 કરોડના ખર્ચે બનેલું છે ગરવી ગુજરાત ભવન

Path Shah

ધોરણ 10 અને 12ના પેપરોની રિચેકિંગની પ્રક્રિયા થઈ પૂર્ણ ,પરંતુ શિક્ષકોની લાપરવાહી આવી સામે

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!