પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ વિશ્વ ભારતની પડખે, હુમલાની કરી કડક નિંદા

જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ વિશ્વના દેશોએ રોષ વ્યક્ત કર્યો છે. જર્મનીએ આતંકી હુમલાની નિંદા કરતા જણાવ્યુ કે, જર્મની ભારતને રાજકીય સહયોગ આપવા તૈયાર છે. જ્યારે ઓસ્ટ્રેલિયા અને તુર્કીએ પણ આ પ્રકારના હુમલાની નિંદા કરી.

ભારતમાં અમેરિકાના રાજદૂત કેનેથ જસ્ટરે જણાવ્યુ કે, આતંકવાદી હુમલાની અમેરિકા આકરા શબ્દોમાં નિંદા કરે છે. પીડિતો પ્રત્યે અમેરિકા શોક્ વ્યક્ત કરે છે. આ ઉપરાંત રશિયાએ પણ આતંકવાદી હુમલાની નિંદા કકી. રશિયાએ જણાવ્યુ કે, અમાનવીય કૃત્યો સામે આકરા પગલા ભરવા જોઈએ. અમેરિકા બાદ ફ્રાંસના રાજદૂત એલેક્જેડરે જણાવ્યુ કે, ફ્રાંસ જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરે છે. વિશ્વના દેશો સહિત ભારતના પાડોશી દેશ, નેપાળ, ભૂતાન, શ્રીલંકા અને માલદીવે આતંકવાદી ઘટનાની ઘોર નિંદા કરી છે.

ફિરોઝાબાદમાં દેખાવો

પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા બાદ ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં પાકિસ્તાન વિરૂદ્ધ દેખાવો કર્યો. અહી મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. વિરોધ પ્રદર્શન બાદ પુલવામામાં થયેલા હુમલામા શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાજલિ અર્પણ કરી.

યુપીમાં લાગ્યા પાકિસ્તાન વિરોધ નારા

પુલવામામાં થયેલા આતંકી હુમલા દેશભરમાં રોષ ફેલાયો છે. ત્યારે યુપીના વારણસીમાં પાકિસ્તાન વિરોધમાં દેખાવો કરવામાં આવ્યો. દેખાવો કરી રહેલા લોકોએ પાકિસ્તાન વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. અને મસૂદ અઝહરના પૂતળાનું દહન કર્યુ.. વિરોધ કરી રહેલા લોકોનું રહેવુ છે કે, પાકિસ્તાનને હવે જવાબ આપવાનો સમય આવી ગયો છે. જેથી પાકિસ્તાનને તેની ભાષામાં ભારતે જડબાતો જવાબ આપવો જોઈએ.

વડોદરામાં શહીદોને અપાઈ શ્રદ્ધાંજલી

વડોદરા પણ કાશ્મીર ના પુલવા માં થયેલી આંતકી ઘટના બાદ ઠેર ઠેર શહિદ જવાનો ને શ્રદ્ધાંજલિ આપવા માં આવી રહી છે જેમાં આજે વડોદરા ના નવાયાર્ડ લોકોસેડ ખાતે વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા ખાસ કાર્યક્રમ નું આયોજન કરવા માં આવ્યું હતું કાર્યક્રમ સરું થાય તે પહેલાં કાશ્મીર ના પુલવામા આંતકી હુમલા માં શાહિદ જવાનો ની યાદ માં બે મિનિટ નંહ મૌન પાળી આંતકી ઘટના. ને વખોડવા માં આવી હતી CRPF Ni બટાલિયન પર જે આંતકીઓ હુમલો કરી ૪૪ જવાનો ને શાહિદ કર્યા તે હુમલા ને કાયરતા પૂર્વક નો હુમલો ગણાવ્યો હતો.

સુરતના લોકોમાં વિરોધ

જમ્મુ કાશ્મીરમાં થયેલાના હુમલાના પ્રત્યાઘાતો સુરતમાં પણ જોવા મળ્યા. સુરતમાં લોકોમાં જોવા મળ્યો હુમલા પ્રત્યે ભારે રોષમા છે .શહેરના ગોડાદરા વિસ્તારના આસપાસ પાકિસ્તાનના પૂતળાનું દહન કરવામાં આવ્યું. પૂતળા દહન સાથે પાકિસ્તાન હાય હાયના નારા લગાવ્યા હતા.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter