ચાની જાહેરાત બાદ હવે પાકિસ્તાનમાં આ જગ્યાએ જોવા મળી અભિનંદનની તસ્વીર

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય એરફોર્સ દ્વારા કરાવવામાં આવેલી એર સ્ટ્રાઈક દરમ્યાન પાયલટ અભિનંદન ભૂલમાંથી પાકિસ્તાનના વિસ્તારમાં પહોંચી ગયા હતાં. જ્યાં પાકિસ્તાન સેના દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ દરમ્યાન ત્યાં તેમને ચા પણ પીવડાવવામાં આવી હતી, જેનો વીડિયો પણ વાયરલ થયો હતો.

ખરેખર, વીડિયોમાં અભિનંદન વર્તમાનને પાકિસ્તાન સેનાના અધિકારી સવાલ પૂછતા જોવા મળી રહ્યાં છે. સવાલોના ક્રમમાં પાક. અધિકારીએ એવુ પણ પૂછ્યુ હતું, ચા કેવી છે…? જેના પર વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાને ચાના વખાણ કર્યા હતાં ત્યારથી પાકિસ્તાનમાં તેમની તસ્વીરો અને વીડિયો દ્વારા ચાને પ્રમોટ કરાઈ રહી છે. જોકે, આ વાતમાં કેટલી વાસ્તવિકતા છે, તેનો દાવો કરી શકાય નહીં. પરંતુ હાલમાં અભિનંદનના નામ પર ચાની જાહેરાતનો એક વીડિયો વાયરલ થયો હતો અને હવે એક તસ્વીર વાયરલ થઈ રહી છે.

મહત્વનું છે કે જ્યાં એક તરફ ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાનના સાહસ અને શૌર્યનું આખુ ભારત દીવાનુ થયુ છે. તો બીજીતરફ હંમેશા આંતકને આશ્ર્ય આપનારાં પાકિસ્તાનના લોકો પણ અભિનંદનને પોતાનો હીરો માની રહ્યાં છે. ખરેખર, પાકિસ્તાનની એક ચાની દુકાનમાં વિંગ કમાન્ડર અભિનંદનની તસ્વીર લગાવવામાં આવી છે. આ તસ્વીરની સાથે લખ્યું છે કે ‘એવી ચા જે દુશ્મનને પણ મિત્ર બનાવે.’

મિત્રતાનો સંદેશ આપતી અભિનંદનની આ તસ્વીર પાકિસ્તાનમાં ક્યા લાગી છે તેની જાણકારી નથી, પરંતુ ટ્વિટર પર ઉમર ફારૂક નામના એકાઉન્ટ પરથી આ તસ્વીરને શેર કરવામાં આવી છે. હવે આ તસ્વીર સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે.

સ્પષ્ટ રીતે જણાવવાનું કે જે તસ્વીર સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે, તે પાકિસ્તાનમાં ક્યાની છે અને અસલી છે અથવા પછી એડિટિંગ કરીને બનાવવામાં આવી છે, આ વાતની કોઈ પ્રામાણિકતા નથી. સ્મરણ રહે કે હાલમાં આવી જ એક ચાની જાહેરાતનો વીડિયો પણ વાયરલ થયો હતો, જેમાં ભારતીય વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાન, ‘શાનદાર ચા, ધન્યવાદ!’ કહેતા જોવા મળી રહ્યાં છે. જોકે, બાદમાં આ વીડિયો નકલી સાબિત થયો હતો.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter