સુરત બાદ ભાવનગરમાં 6 વર્ષની બાળકી સાથે બની એવી ઘટના કે ગુજરાત થયું શર્મસાર

બોટાદના ભાંભણ રોડ પર છ વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની હતી. પોતાના ઘર પાસે રમતી બાળકીને હવસખોર ઇસમે પતંગ બતાવવાની લાલચ આપીને અજ્ઞાત સ્થળે લઇ જઇ દુષ્કર્મ આચર્યુ હતું. ઘટના બાદ બાળકીને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ઘટનાનાના પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓના કાફલોએ ઘટના સ્થળે પહોચી તપાસ હાથ ધરી હતી. તપાસ માટે ડોગ સ્કવોર્ડ અને એફએસએલની મદદ પણ લેવામાં આવી હતી. પોલીસે જનતાને અપીલ કરી હતી. અને કહ્યું હતું કે ઘટના કે આરોપી અંગે કોઇપણ પ્રકારની માહિતી કે જાણકારી હોય તો ડર્યા વિના પોલીસનો સંપર્ક કરે. જેથી આરોપી સુધી પહોંચવામાં સરળતા રહે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter